footballer/ રોનાલ્ડોની મુશ્કેલીઓ વધી, બળાત્કારનો આરોપ લગાવનારી મહિલા પહોંચી ઉપલી કોર્ટમાં

પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તેના પર બળાત્કારનો આરોપ લગાવનારી મહિલાએ જિલ્લા કોર્ટના નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકાર્યો છે

Top Stories Trending Sports
4 2 6 રોનાલ્ડોની મુશ્કેલીઓ વધી, બળાત્કારનો આરોપ લગાવનારી મહિલા પહોંચી ઉપલી કોર્ટમાં

પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તેના પર બળાત્કારનો આરોપ લગાવનારી મહિલાએ જિલ્લા કોર્ટના નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકાર્યો છે. જો ઉચ્ચ અદાલતને આ મામલો સુનાવણી લાયક જણાય તો મામલાની ફરી સુનાવણી થઈ શકે છે. જિલ્લા અદાલતે આ વર્ષે જૂન મહિનામાં રોનાલ્ડોને નિર્દોષ જાહેર કર્યો હતો. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે મહિલાએ તેના પર આરોપ લગાવ્યો છે તે ફરી કેસ દાખલ નહીં કરી શકે. આ પછી મહિલાએ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે નેવાડાની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રોનાલ્ડોએ 2009માં લાસ વેગાસની એક હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલાને તેનું મોં બંધ રાખવા માટે £270,000 આપવામાં આવ્યા હતા. 2019માં આ મહિલાએ રોનાલ્ડો પર આરોપ લગાવ્યો હતો અને રિપોર્ટ્સ અનુસાર લાસ વેગાસ પોલીસે તેની ધરપકડ કરવા માટે વોરંટ પણ તૈયાર કર્યો હતું, પરંતુ બાદમાં તેના પર કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આરોપો મૂકનાર મહિલાના વકીલે કહ્યું કે જ્યારે રોનાલ્ડોની ધરપકડ માટેનું વોરંટ જિલ્લા ન્યાયાધીશ સમક્ષ લાવવામાં આવ્યું ત્યારે તેમણે તેને રદ કરી દીધું. તેમણે તેને રદ કરવા માટે કોઈ કારણ આપ્યું ન હતું. આ અંગે માત્ર અટકળો ચાલી રહી છે. પોલીસનું માનવું હતું કે તેમને બળાત્કાર કેસની તપાસ કરવાની જરૂર છે, પરંતુ ન્યાયાધીશે આવું થવા દીધું ન હતું.

નોંધનીય છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ 37 વર્ષીય ખેલાડી છેલ્લા કેટલાક સમયથી તેના કદ પ્રમાણે પ્રદર્શન કરી શકતો નથી. તેની અસર તેની ક્લબની રમતમાં પણ જોવા મળે છે.