Not Set/ 52 વર્ષમાં પ્રથમવાર ઠાકરે પરિવારમાંથી કોઈ ઉતરી રહ્યું છે “ચૂંટણી મેદાન”માં

મહારાષ્ટ્રમાં આવતા મહિને યોજાવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભલે કોઇ પક્ષ દ્વારા પોતાનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હોય પણ આ ચૂંટણી મહારાષ્ટ્રમાં કઇક એવું કરવા જઇ રહી છે જે 52 વર્ષથી થયું નથી. જી હા 52 વર્ષ પછી ફરી એકવાર શિવસેના અને બાલા સાહેબ ઠાકરેનાં પરિવારમાંથી કોઇ આ વખતે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં […]

Top Stories India
Aaditya Thackeray 52 વર્ષમાં પ્રથમવાર ઠાકરે પરિવારમાંથી કોઈ ઉતરી રહ્યું છે "ચૂંટણી મેદાન"માં

મહારાષ્ટ્રમાં આવતા મહિને યોજાવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભલે કોઇ પક્ષ દ્વારા પોતાનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હોય પણ આ ચૂંટણી મહારાષ્ટ્રમાં કઇક એવું કરવા જઇ રહી છે જે 52 વર્ષથી થયું નથી. જી હા 52 વર્ષ પછી ફરી એકવાર શિવસેના અને બાલા સાહેબ ઠાકરેનાં પરિવારમાંથી કોઇ આ વખતે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા જઇ રહ્યું છે.

ભાજપ અને શિવસેના વચ્ચે ભલે હજી સુધી કોઈ જાહેરાત ન થઈ હોય પરંતુ એ વાત તો ચોક્કસ થઈ ગઈ છે કે શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરેનાં સુપુત્ર અને શિવસેનાનાં સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, આ વખતે મુબંઇથી ચૂંટણી જરૂરથી લડશે.  આદિત્ય પહેલી વખત પોતાનું નસીબ મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણી લડી અજમાવશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આદિત્ય ઠાકરે આગામી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.  તો બાલા સાહેબ દ્વારા 1966માં શિવસેનાની રચના પછી લગભગ 52 વર્ષ પછી પહેલી વખત ઠાકરે પરિવારમાંથી કોઈ વ્યક્તિ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભાની બેઠકો છે. જોકે, હજી સુધી ભાજપ અને શિવસેના ગઠબંધન વચ્ચેની બેઠકોની વહેચણીની જાહેરાત નથી કરવામાં આવી.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

navratra promo 52 વર્ષમાં પ્રથમવાર ઠાકરે પરિવારમાંથી કોઈ ઉતરી રહ્યું છે "ચૂંટણી મેદાન"માં