સુરત/ દેશમાં સૌપ્રથમ વાર 14 વર્ષીય બાળકે કર્યું ઓર્ગન ડોનેશન, છ લોકોને આપ્યું જીવનદાન

ગુજરાતમાંથી હૃદયદાનની પચાસમી અને ફેફ્સાના દાનની તેરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા સાડત્રીસ હૃદય દાન અને 11 જોડ ફેફ્સા દાન કરાવવામાં આવ્યા છે.

Gujarat Surat
ઓર્ગન ડોનેશન

સુરતવાસીઓ અવારનવાર ઓર્ગન ડોનેશન થકી સેવાની સરવાણી વહાવી રહ્યા છે. માનવતાને મહેકાવતું આવું જ એક પ્રેરક કદમ અંગ દાન મહાદાનના સૂત્રને સાર્થક બનાવવા માટે સુરતના કાકડિયા પરિવારે સમાજને એક નવી દિશા આપી છે. સુરતના કાકડિયા પરિવારે ઉઠાવી સમાજને દિશા ચીંધી છે. જણાવીએ કે, 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

આ પણ વાંચો :ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને આપી શ્રદ્વાંજલિ,રાષ્ટ્રીય એકતા દિવસની આપી શુભેચ્છા

શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય અને ફેફ્સાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતની હોસ્પિટલથી મુંબઈનું 292 કિમીનું અંતર 105 મિનિટમાં કાપીને બન્ને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.

આ પણ વાંચો :ખુલી ગયું સાસણનું ગીર અભ્યારણ, સ્થાનિક વેપારીઓની વધી રોજગારી

ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. ત્યારબાદ 29 ઓક્ટોબરના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

ધાર્મિકના માતા- પિતા લલીતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ડાયાલિસિસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જ્યારે અમારો ધાર્મિક બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

આ પણ વાંચો :સાવર અને કુંડલા બન્ને ગામ વચ્ચે ચાલે છે ઈંગોરિયા યુદ્ધ

ગુજરાતમાંથી હૃદયદાનની પચાસમી અને ફેફ્સાના દાનની તેરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા સાડત્રીસ હૃદય દાન અને 11 જોડ ફેફ્સા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફ્સાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફ દ્વારા સૌથી નાની ઉમરના એટલે કે 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :નૂતનવર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2022, આયોજનની તડામાર તૈયારી

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧ કેસ નોંધાયા