briten/ ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તીઓની સંખ્યમાં ઘટાડો, હિન્દુ-મુસ્લિમ વસ્તીમાં વધારો નોંધાયો

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) એ જણાવ્યું કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી હવે 46.2 ટકા (27.5 મિલિયન) છે

Top Stories World
ઇતિહાસમાં

ઈંગ્લેન્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ખ્રિસ્તીઓની વસ્તી દેશની કુલ વસ્તીના અડધા કરતા પણ ઓછી થઇ રહી છે મંગળવારે જાહેર કરાયેલી વસ્તી ગણતરીના તાજેતરના આંકડા અનુસાર મુસ્લિમ અને હિન્દુઓની વસ્તીમાં વધારો થયો છે.

ખ્રિસ્તી વસ્તીમાં 13.1 ટકાનો ઘટાડો
વસ્તી ગણતરીના 2021ના આંકડા બહાર પાડવામાં આવ્યા છે.ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) એ જણાવ્યું કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી હવે 46.2 ટકા (27.5 મિલિયન) છે. 2011માં તે 59.3 ટકા હતો. આ રીતે ખ્રિસ્તીઓની વસ્તીમાં 13.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.

મુસ્લિમો અને હિન્દુઓની સંખ્યામાં વધારો થયો
મુસ્લિમ વસ્તી હવે 4.9 થી વધીને 6.5 ટકા થઈ ગઈ છે. પહેલા મુસ્લિમોની વસ્તી 27 લાખ હતી જે હવે વધીને 39 લાખ થઈ ગઈ છે. એ જ રીતે હિન્દુઓની વસ્તી 1.5 ટકાથી વધીને 1.7 ટકા થઈ છે. 2011ના આંકડા મુજબ બ્રિટનમાં 8.18 લાખ હિંદુઓ હતા જે હવે વધીને 10 લાખ થઈ ગયા છે.

‘કોઈ ધર્મ નથી’ તરીકે ઓળખાતા લોકોનો આંકડો વધીને 37.2 ટકા થયો છે. એટલે કે, દર ત્રણમાંથી એક કરતાં વધુ વ્યક્તિ આ શ્રેણીની છે. 2011માં આ આંકડો 25 ટકા હતો. યહૂદી તરીકે ઓળખાતા લોકોની સંખ્યામાં વધારો થયો નથી અને તે કુલ વસ્તીના 0.5 ટકા છે.

ONS અનુસાર વસ્તી ગણતરીમાં ધર્મનો પ્રશ્ન સ્વૈચ્છિક છે અને 94 ટકા રહેવાસીઓએ હામાં જવાબ આપ્યો છે. છેલ્લી વસ્તી ગણતરીમાં 92.9 ટકા લોકોએ આનો જવાબ આપ્યો હતો. ડેટા એ પણ દર્શાવે છે કે યુકેની રાજધાની લંડનની ઉત્તરે આવેલા હેરોમાં સૌથી વધુ 25.8 ટકા હિંદુ વસ્તી છે. આ સિવાય લેસ્ટર શહેરમાં હિન્દુઓની વસ્તી 17.9 ટકા છે.

Russia Ukraine Conflict/શું ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવશે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

Space station/ચીન આજે ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલશે, Shenzhou-15 અવકાશયાન લોન્ચ કરશે

Corona Virus/ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિએન્ટ, ભારત માટે કેટલો ખતરો?