Unseasonal rain/ ગુજરાતમાં માવઠું જારીઃ આજે તાપીના કુકરમુંડા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ

કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતો અને તંત્રની કસોટી કરવાનું જારી રાખ્યું છે. ગુજરાતમાં સોમવારે સવારે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી ચૂક્યો છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 27T124917.387 ગુજરાતમાં માવઠું જારીઃ આજે તાપીના કુકરમુંડા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ

ગાંધીનગરઃ કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતો અને તંત્રની કસોટી કરવાનું જારી રાખ્યું છે. ગુજરાતમાં સોમવારે સવારે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી ચૂક્યો છે. રાહતજનક વાત એ છે કે કમોસમી વરસાદે ગઇકાલે જેવી ધડબડાટી બોલાવી નથી. તેમા સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડામાં નોંધાયો છે.

સોમવારે સવારે બાર વાગ્યા સુધી પડેલા કમોસમી વરસાદના આંકડા જોઈએ તો કુકરમુંડામાં 36, લાખણીમાં 11, સુબીરમાં 10, , વાપીમાં આઠ, અમીરગઢમાં સાત, આહવામાં સાત, કવાંટમાં સાત, નિઝરમાં છ, થરાદમાં ચાર, ચોર્યાસીમાં ચાર, વિજયનગરમાં ત્રણ અને ધાનેરામાં એક મિ.મી. વરસાદ પડ્યો છે.

ગઇકાલે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવુ વાતાવરણ હતુ. લોકોને તે સમજાતું ન હતું કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. ગઇકાલે રાજ્યના કુલ 236 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. આમ કમોસમી વરસાદે સમગ્ર રાજ્યને આવરી લીધું હતું. દસ તાલુકામાં 3.1થી છ ઇંચ, 18 તાલુકામાં 2.1થી ત્રણ ઇંચ, 80 તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. 128 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સાગબારામાં સૌથી વધુ છ ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

સોમવારે પણ સૌરાષ્ટ્ર,કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમા દક્ષિણગુજરાતમાં સુરત,નવસારી વલસાડ, ડાંગ, તાપી અને મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


આ પણ વાંચોઃ Israel Hamas War/ ઈલોન મસ્ક ઈઝરાયલના PM નેતન્યાહુને મળશે

આ પણ વાંચોઃ Unseasonal Rain In Gujarat/ માવઠાથી ખેતીને નુકસાનની સંભાવના, ભાજપ નેતાએ ખેડૂતોને વળતર ચૂકવવા સરકારને કરી રજૂઆત

આ પણ વાંચોઃ Unseasonalrain/ કમોસમી વરસાદઃ આજે ગુજરાતના આ ત્રણ જિલ્લાઓનું આવી બન્યું