Gujarat/ વિદેશી કંપનીને પ્રજાના ટેક્સના રૂપિયાથી સબસીડી રૂપે કરોડોની ખેરાતનો આક્ષેપ

ગુજરાત કોગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલ

Top Stories Gujarat
Beginners guide to 2024 06 16T162430.412 વિદેશી કંપનીને પ્રજાના ટેક્સના રૂપિયાથી સબસીડી રૂપે કરોડોની ખેરાતનો આક્ષેપ

Gujarat News : કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સવાલો કર્યાં હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ભારતને અમેરિકાની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીના ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ગુજરાતમાં 2.5 બિલિયન ડોલર યુનિટનું રોકાણ કરી રહી છે. આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે 3.2 કરોડ રૂપિયા સરકાર પાસેથી સબસીડી લઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ સરકારની નીતિ ‘ઘરના છોકરા ભૂખ્યા મરે ને પારકાના પેટ ભરે’. સૌથી વધુ રોજગારી આપનાર ગુજરાતીઓ દ્વારા સંચાલિત #MSME (મધ્યમ અને નાના ઉદ્યોગો ) ને સહાય પ્રોત્સાહન નહિ આપીને સતત અન્યાય અને ભેદભાવ કરવાનો, જ્યારે વિદેશી કંપની #માઈક્રોટેક ને પ્રજાના ટેક્સના રૂપિયાથી સબસીડી રૂપે કરોડોની ખેરાત કેમ ? ૧ નોકરી સામે ૩.૨૦ કરોડની સબસિડી કેમ? સમગ્ર દેશમાં #MSMEનું બજેટ ૨૩૦૦૦ કરોડ એની સામે ગુજરાતમાં પ્લાન્ટ  સ્થાપનાર વિદેશી કંપનીને ૧૭૦૦૦ કરોડની માતબર સબસીડી શા માટે ?

કુમાર સ્વામી મોદી સરકાર 3.0 માં મંત્રી બન્યા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 5 હજાર નોકરીઓ પેદા થશે. તેના માટે આપણે 2 બિલિયન ડોલરની સબસીડી આપી રહ્યાં છીએ. જો તમે ગણતરી કરો, તો આ રકમ કંપનીના કુલ ઈન્વેસ્ટમેન્ટના 70 ટકા થાય છે. કુમાર સ્વામીએ અધિકારીઓને સવાલ કર્યો કે, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે, પીનેયા (બેંગલુરુમાં એક ઔદ્યોગિક ક્ષેત્ર) માં નાનો ઉદ્યોગ છે. તેઓએ કેટલા લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો. હું આ વિશે વિચારી રહ્યો છું કે, દેશના ધનની રક્ષા કેવી રીતે કરું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર