Not Set/ પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમને લઇને આપેલી પ્રતિક્રિયા પર વિદેશ મંત્રાલયે આપ્યો કડક જવાબ

વિદેશ મંત્રાલયનાં સચિવ રવીશ કુમારે દાઉદ ઇહ્રાહિમને લઇને પાકિસ્તાનથી આવેલી સફાઇ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, આતંકવાદ અને વાર્તાલાભ એક સાથે સંભવ નથી. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. સાથે કહ્યુ કે, અમારી પાસે દાઉદ ઇબ્રાહિમનાં ઠેકાણા વિશે જાણકારી છે. પાકિસ્તાન જુઠ્ઠી કાર્યવાહી કરવાનો ઢોંગ ન બતાવે. દાઉદ પર કાર્યવાહીને લઇને પાકિસ્તાનની નીતિ હંમેશા શંકામાં […]

Top Stories India
raveesh kumar 1561282257 પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમને લઇને આપેલી પ્રતિક્રિયા પર વિદેશ મંત્રાલયે આપ્યો કડક જવાબ

વિદેશ મંત્રાલયનાં સચિવ રવીશ કુમારે દાઉદ ઇહ્રાહિમને લઇને પાકિસ્તાનથી આવેલી સફાઇ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, આતંકવાદ અને વાર્તાલાભ એક સાથે સંભવ નથી. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે. સાથે કહ્યુ કે, અમારી પાસે દાઉદ ઇબ્રાહિમનાં ઠેકાણા વિશે જાણકારી છે. પાકિસ્તાન જુઠ્ઠી કાર્યવાહી કરવાનો ઢોંગ ન બતાવે. દાઉદ પર કાર્યવાહીને લઇને પાકિસ્તાનની નીતિ હંમેશા શંકામાં રહી છે.

રવીશ કુમારે આગળ કહ્યુ કે, પાકિસ્તાનની અસલિયત હંમેશા સામે આવી જતી હોય છે. પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહોની વિરુદ્ધ કાર્યવાહી કરવાના તેમના દાવા ચિંતાજનક છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે આતંકવાદની વિરુદ્ધ કાર્યવાહી કરી છે પરંતુ જ્યારે અમે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરીએ છીએ તો તમે આ વાતને નકારી દો છો.

વિદેશ મંત્રાલયે કહ્યુ કે, અમે કરતારપુર કોરિડોર પર વાર્તાલાભ માટે 14 જુલાઈની તારીખ નક્કી કરી હતી, જેના પર પાકિસ્તાને સંમત્તિ દર્શાવી છે. ઘણા મતભેદ છે, અમે તે મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ બેઠક ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે આ સિખ સમુદાયની ભાવનાઓથી જોડાયેલો મામલો છે.  તેમણે વધુમાં કહ્યુ કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારને લઇને સકારાત્મક સંબંધ છે. જેને લઇને PM મોદીએ જાપાનનાં ઓસાકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ખુલ્લા મને વાર્તાલાભ કરી હતી. વધુમા તેમણે કહ્યુ કે, વ્યાપાર સંબંધમાં ભારત અને અમેરિકા જલ્દી જ એકવાર મળશે. બંન્ને દેશોનાં મંત્રાલયનાં અધિકારીઓ વચ્ચે બેઠક આવતા બે અઢવાડિયામાં થઇ શકે તેવી સંભાવનાઓ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.