Political/ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું

આ પહેલા શનિવારે શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકોએ ફારુક અબ્દુલ્લા પર હુમલો કર્યો હતો.. ડો.અબ્દુલ્લા અહીં એક પરિવારને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા

Top Stories India
15 9 કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) પાર્ટીના અધ્યક્ષ પદેથી શ્રીનગરમાં તેમના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે રાજીનામું આપ્યું હતું.ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તેમની તબિયત હવે સારી રહેતી નથી તેથી તેમને પાર્ટીનુ નેતૃત્વ છોડવાનો નિર્ણય લીધો છે.  ઉલ્લેખનીય છે  કે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાવાની છે, જેમાં ઓમર અબ્દુલ્લા સંભવિત અનુગામી હશે.

આ પહેલા શનિવારે શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકોએ ફારુક અબ્દુલ્લા પર હુમલો કર્યો હતો. ડો.અબ્દુલ્લા અહીં એક પરિવારને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ અબ્દુલ્લાને હેરાન કરવાનું શરૂ કર્યું. તે વ્યક્તિએ ફારૂક અબ્દુલ્લાની કાર પર પણ હુમલો કર્યો હતો.આ દરમિયાન ફારુક અબ્દુલ્લાની સુરક્ષા કરી રહેલા અધિકારીઓએ વ્યક્તિને રોક્યો અને ચેતવણી આપીને છોડી દીધો. સ્થાનિક પોલીસે પણ હંગામો મચાવનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.