ODI વર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ICC ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સહિત અન્ય તમામ ટીમોએ પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટને લઈને જો કોઈને સૌથી વધુ ડર છે તો તે પાકિસ્તાન છે. એશિયા કપ 2023માં ભારતે જે રીતે પાકિસ્તાનને હરાવ્યું છે તેનાથી પાકિસ્તાનના મનમાં ભારતને લઈને ડર ઉભો થયો છે.
ભારતને હરાવવું સરળ નથી- કામરાન અકમલ
પાકિસ્તાનને ડર છે કે એશિયા કપની જેમ તેને ODI વર્લ્ડ કપમાં પણ ભારત સામે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. ભારત સામે રમતા પાકિસ્તાનનો પહેલેથી જ શરમજનક રેકોર્ડ છે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 7 વખત વર્લ્ડ કપમાં આમને-સામને આવી ચૂક્યા છે, પરંતુ પાકિસ્તાનને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપમાં ભારતનો દબદબો હંમેશા અકબંધ રહ્યો છે. આ ડરના કારણે પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર કામરાન અકમલ સતત પાકિસ્તાનને સાવધાન કરી રહ્યો છે. કામરાન અકમલે પાકિસ્તાની ટીમને ચેતવણી આપતા કહ્યું કે, પાકિસ્તાની ટીમ માટે ભારત સાથે મુકાબલો કરવો ખૂબ જ મુશ્કેલ બનશે.
‘ભારતીય બોલિંગમાં પણ ધાર છે’
કામરાન અકમલે કહ્યું કે ભારતીય ટીમ ઘણી મજબૂત છે. ભારતની બેટિંગથી લઈને બોલિંગ સુધી બધું જ જબરદસ્ત છે. બેટિંગમાં વિરાટ અને રોહિત દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સામેલ છે. સાથે શુભમન ગિલે પણ તાજેતરમાં સદી ફટકારી છે. બોલિંગમાં પણ મોહમ્મદ શમી જેવો ખેલાડી બેન્ચ પર બેઠો છે, તેમ છતાં બોલિંગમાં ધાર છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ટીમ કેટલી મજબૂત છે. તેમણે વધુમાં કહ્યું કે જો પાકિસ્તાનને ભારતથી જીતવું હોય તો તેના માટે વિશેષ તૈયારીઓ કરવી પડશે.
આ પણ વાંચો: NIA/ બબ્બર ખાલસા વિરૂદ્ધ NIAની કાર્યવાહી, આ પાંચ આતંકીઓ પર ઈનામ જાહેર
આ પણ વાંચો: Canada India Tensions/ કેનેડાએ ભારતમાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવ્યા
આ પણ વાંચો: દુઃખદ સમાચાર/ ‘3 Idiots’ના લાઈબ્રેરિયન ‘અખિલ મિશ્રા’નું અકસ્માતમાં નિધન