Election/ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કેજરીવાલ સાથે મુલાકાત

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ તાડમાર તૈયારીઓમાં લાગી છે પરતું નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે,જેના લીધે કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડી રહ્યો છે

Top Stories Gujarat
2 4 ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કેજરીવાલ સાથે મુલાકાત
  • ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણની આશંકા
  • અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કેજરીવાલ સાથે મુલાકાત
  • પૂર્વ પ્રમુખ ચેતન રાવલે કરી કેજરીવાલ સાથે મુલાકાત
  • રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે બંને વચ્ચે મુલાકાત
  • ચેતન રાવલની ટીમના કેટલાક સભ્યો પણ મિટિંગમાં સામેલ
  • અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી અનેક ચર્ચાઓ થઈ શરૂ
  • ચેતન રાવલ આપમાં જોડાશે કે કેમ તે અંગે પણ થઈ રહી છે ચર્ચા

ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસની હાલત કપોડી બની છે,અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું જેના લીધે કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કોગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે રાજકોટમાં કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે,કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો આ બેઠક બાદ લાગી રહ્યું છે. આ બેઠકમાં અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઇ હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ બરાબર નથી, દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ તાડમાર તૈયારીઓમાં લાગી છે પરતું નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે,જેના લીધે કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડી રહ્યો છે. પૂર્વ પ્રમુખ ચેતન રાવલ પાર્ટી છોડી દેતા હવે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે.