Children drowned/ કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

નર્મદા નદીમાં ન્હાવું જુદી વાત છે અને નર્મદા કેનાલમાં ન્હાવું જુદી વાત છે. આ જાણકારીના અભાવની કિંમત કચ્છના ચાર બાળકોએ તેમનો જીવ આપીને ચૂકવી. કચ્છમાં મુંદ્રા નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબવાની ઘટના સામે આવી છે.

Gujarat
Narmada Canal Child death Graffic કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

ભુજઃ નર્મદા નદીમાં ન્હાવું જુદી વાત છે અને નર્મદા Children drowned કેનાલમાં ન્હાવું જુદી વાત છે. આ જાણકારીના અભાવની કિંમત કચ્છના ચાર બાળકોએ તેમનો જીવ આપીને ચૂકવી. કચ્છમાં મુંદ્રા નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબવાની ઘટના સામે આવી છે. મુંદ્રાની પાસે ભુજપેર ઘેલડા વચ્ચે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબ્યા છે. ચાર બાળકોમાથી બેના મૃતદેહ મળી આવ્યા છે અને બેની તલાશ જારી છે.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે Children drowned મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. કેનાલમાં બાળકો ડૂબી જવાની ઘટનાના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. બાળકોના પરિવારોમાં રોકક્ળ જારી છે. ચારેય બાળકોના પરિવાર ઊંડા શોકમાં ઉતરી ગયા છે. ચારેય બાળકોમાંથી એકેય બાળકને તરતા આવડતું ન હતું, તેથી ડૂબવાના લીધે તેમના મોત થયા છે.

લોકો નર્મદા કેનાલના પાણીને છીછરું સમજીને ન્હાવા માટે કૂદી Children drowned પડે છે, પરંતુ તેઓ કેનાલમાં આવતા પાણીના અંડર કરંટને સમજી શકતા નથી. ઉપરથી શાંત દેખાતું પાણી કેટલું ધસમસતુ હોય તેની તેમને ખબર હોતી નથી. બાળકો જ નહી મોટા લોકો પણ અને સારા-સારા તરવૈયા પણ કેનાલમાં વહેતા પાણીના અંડર કરંટને સમજવામાં થાપ ખાય છે. કચ્છ સુધી માતા નર્મદા મૈયાનું પાણી પહોંચ્યું ત્યારે આ પ્રકારની કરુણાંતિકા બને તેવો ભાગ્યે જ કોઈને અંદાજ આવ્યો હશે. બાળકોના માબાપ આના પરથી શીખ લે તો સારું.

આ પણ વાંચોઃ kidnap/સુરતમાં બે દી’ પહેલા અપહરણ થયેલા માસુમ બાળકની લાશ મળી, આટલા લાખની માગી હતી ખંડણી

આ પણ વાંચોઃ Rajkot/હીરાસર એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું આગમન, ગરબાના તાલે પેસેન્જરોનું સ્વાગત, જુઓ Video

આ પણ વાંચોઃ અમદાવાદ/ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

આ પણ વાંચોઃ Rajkot Fair/રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

આ પણ વાંચોઃ MODASA/ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા ચોર પર ટાયર ફરી વળ્યું, પછી જે થયું તે તમે જ જુઓ…