ગુજરાત/ વધુ ચાર લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, સાબરકાંઠા, ભુજ અને ગીર સોમનાથમાં યુવકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, તેમાં પણ કિશોરો અને યુવાનોની સંખ્યા વધુ હોવાથી એક પ્રકારનું ભયનું વાતાવરણ સર્જાયું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 23T120224.496 વધુ ચાર લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, સાબરકાંઠા, ભુજ અને ગીર સોમનાથમાં યુવકોએ ગુમાવ્યો જીવ

થોડા સમયથી રાજ્ય સહિત દેશમાં હાર્ટ એટેકના અનેક કેસો સામે આવી રહ્યા છે. હાલ પણ દિવસને દિવસે યુવાનોમાં હાર્ટ અટેકના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ઉંમર નાની હોય કે મોટી, પરંતુ હાર્ટ એટેકની હોવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા, ભુજ અને ગીર સોમનાથથી સામે આવી છે. જેમાં હાર્ટ અટેક ચાર લોકોએ મોત થયા છે.

સાબરકાંઠામાં યુવકે ગુમાવ્યો જીવ….

સાબરકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે. ઇડર તાલુકાના સાબલવાડ કંપાના રહેવાસી 42 વર્ષીય ભરત પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. છાતીના ભાગે અસહ્ય દુખાવો થતાં અચાનક ઢળી પડ્યા હતા જે બાદ હોસ્પિટલ લઇ જતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ભુજમાં યુવાનનું હાર્ટ અટેકથી મોત

ભુજના માધાપર ગામના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે.માધાપરનો 35 વર્ષીય દિપક સોની ઘર પાસે ઢળી પડયો હતો. દિપક સોની  મોતને પગલે ગામમાં માતમનો માહોલ છવાયો છે. પરિવારજનોએ યુવાનને જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલાંજ તેનું મોત નિપજ્યું હતું. ફરજ પરના હાજર તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવાનનું મોત નિપજતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.

સોમનાથના તાલાળામાં હાર્ટએટેકથી 2 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી 2ના મોત થયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તાલાલાની હિરણ નદીમાં કપડા ધોતી વખતે મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો. જેબુનબેન અહેમદ નામના મહિલાનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. જેબુનબેન નદીના કાંઠે કપડા ધોતી વખતે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ તેમના પરિવારજનો તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 વધુ ચાર લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, સાબરકાંઠા, ભુજ અને ગીર સોમનાથમાં યુવકોએ ગુમાવ્યો જીવ


આ પણ વાંચો:ઈડરમાં બનશે નવુ નજરાણુ, પ્રથમ રોલ મોડલ તરીકે ઉભરશે આ માર્ગ

આ પણ વાંચો:વેલેન્ટાઈન ડે પર નહીં, નવરાત્રિમાં કરો સેટિંગ.. જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:માંગરોળમાં તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

આ પણ વાંચો:સુરતમાં થયા સાયકલ ગરબા, વીડિયો શેર કરીને અખિલેશ યાદવે કહી આ વાત