Not Set/ વોશિંગ્ટનમાં ચાર લોકોને ગોળી વાગી; પોર્ટલેન્ડમાં બે વ્યક્તિ મૃત્યુ પામ્યા

વોશિંગ્ટનના નેશનલ સ્ટેડિયમની બહાર ચાર લોકોને ગોળી વાગી હતી. સેક્રેમેન્ટોમાં બે લોકોનાં મોત નીપજ્યાં

World
Untitled 129 વોશિંગ્ટનમાં ચાર લોકોને ગોળી વાગી; પોર્ટલેન્ડમાં બે વ્યક્તિ મૃત્યુ પામ્યા

ફરી એકવાર અમેરિકામાં ગોળીબારની  ઘટના  બની છે .વોશિંગ્ટનના નેશનલ સ્ટેડિયમની બહાર ચાર લોકોને ગોળી વાગી હતી. સેક્રેમેન્ટોમાં બે લોકોનાં મોત નીપજ્યાં. પોર્ટલેન્ડમાં ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને  બાર લોકોથી વધુ લોકો  ઘાયલ થયા હતા.

વોશિંગ્ટનમાં  ગોળીબારની ઘટના મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર બની હતી. અહીં વોશિંગ્ટન નેશનલ અને સાન ડિએગો પેડ્રેસ વચ્ચે મેચ ચાલી રહી હતી. સતત ગોળીબારના અવાજથી મેચ બંધ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળીબાર અંગે તપાસ ચાલી રહી છે. હાલમાં આ બનાવ સંદર્ભે આગળ કોઈ ખતરો નથી. જે લોકોને ગોળી વાગી છે તેમાંથી બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના સંદર્ભે કોઈ માહિતી આપી નથી.

શુક્રવારે, કેલિફોર્નિયાની રાજધાની, સેક્રેમેન્ટોના જૂના વિસ્તારમાં, અચાનક જ, બંને પક્ષો વચ્ચે ઝઘડો થયા બાદ ફાયરિંગ શરૂ થઈ ગઈ હતી. આમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. ચાર ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને સ્થળ પર અનેક હથિયારો પણ મળી આવ્યા છે.