અમદાવાદ/ કુરિયર કંપનીમાંથી પાર્સલોની ચોરી કરતા ઝડપાયા ચાર શખ્સો

14 મોબાઈલ સહિત 4 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Gandhinagar Gujarat
કુરિયર

ગાંધીનગરની એક કુરિયર કંપનીમાંથી પાર્સલોની ચોરી કરતા ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી છે. ચાર પૈકી ત્રણ આરોપી કંપનીમાં કુરિયર બોય તરીકે અને એક મેનેજર તરીકે કામ કરતા હતા. મશીનમાં સ્કેન કર્યા વગર પાર્સલોની ચોરી કરતા આ શખસો પાસેથી પોલીસે 14 મોબાઈલ સહિત 4 લાખ રપિયાની કિંમતનો મુદ્દ્માલ કબજે કર્યો છે.

આ બનાવની વિગત મુજબ ગાંધીનગર કુડાસમ સિલીકોન વેલીમાં એનટેક્ષ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રા.લી. નામની ફ્રલિપકાર્ટની ઓફિસમાં ચારેય આરોપી નોકરી કરતા હતા. જેમાં ગાંધીનગરના વાવોલ ગામમાં રહેતો મયંક ઉરેફે મુન્નો આર.સુવંરા, બાપુનગરમાં રહેતો કેતન ઉર્ફે બીટુ એ.ઠાકોર તથા ગાંધીનગરના ડભોડા ખાતે રહોતો રોહીત સી.ઠાકોર કુરિયર બોય તરીકે કામ કરતા હતા. જયારે કુડાસણ ખાતે રહેતો શીવરાજ આર.હુરણે મેનેજર તરીકે કામ કરતો હતો.

WhatsApp Image 2023 12 16 at 3.24.46 PM 1 કુરિયર કંપનીમાંથી પાર્સલોની ચોરી કરતા ઝડપાયા ચાર શખ્સો

આરોપીઓએ ઓગસ્ટ 2023થી નવેમ્બર 2023 દરમિયાન કુરિયર ઓફિસમાં ફ્લીપકાર્ટ કંપનીના કસ્ટમરોએ ઓનલાઈન ખરીદી કરેલા મોબાઈલ ફોન તથા અન્ય ચીજવસ્તુના પાર્સલ આવતા હતા. આ પાર્સલો પૈકી કેટલાક પાર્સલો મશીનમાં સ્કેન કર્યા વગર આરોપીઓ ચોરી લેતા હતા. આરોપો પાસેથી પોલીસે 14 મોબાઈલ, એક ડીજીટલ ઘઢિયાલ, 4 ઈયર બર્ડ્સ મળીને કુલ રૂ.4,00,500 ની માલમત્તા કબજે કરી હતી.


whatsapp ad White Font big size 2 4 કુરિયર કંપનીમાંથી પાર્સલોની ચોરી કરતા ઝડપાયા ચાર શખ્સો


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: