Not Set/ ફૂટબોલ વર્લ્ડકપ : બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સ પહોચ્યું ફાઇનલમાં

સેન્ટ પીટ્સબર્ગ, ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સ પહોંચી ગયું છે. ફ્રાન્સે સેમી ફાઇનલમાં બેલ્જિયમને 1-0 થી હાર આપી છે. હવે ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો ઇંગ્લેન્ડ અથવા ક્રોએશિયા સાથે થશે. આ વિજય સાથે ફ્રાન્સ છેલ્લાં 6 વર્લ્ડકપમાં ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરશે. Match #61 | #FRA 1-0 #BEL #FRABEL pic.twitter.com/0ZJ9WOcHEq— FIFA World Cup (@FIFAWorldCup) July 10, 2018 સેન્ટ પીટ્સબર્ગમાં […]

Top Stories
3750 ફૂટબોલ વર્લ્ડકપ : બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સ પહોચ્યું ફાઇનલમાં

સેન્ટ પીટ્સબર્ગ,

ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સ પહોંચી ગયું છે. ફ્રાન્સે સેમી ફાઇનલમાં બેલ્જિયમને 1-0 થી હાર આપી છે. હવે ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો ઇંગ્લેન્ડ અથવા ક્રોએશિયા સાથે થશે.

આ વિજય સાથે ફ્રાન્સ છેલ્લાં 6 વર્લ્ડકપમાં ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરશે.

સેન્ટ પીટ્સબર્ગમાં રમાયેલી સેમિફાઇનલમાં ફ્રાન્સના ડિફેન્ડેર સેમ્યુઅલ ઉમટીટીએ સેકન્ડ હાફમાં ગોલ ફટકારીને ફ્રાન્સને વિજય અપાવ્યો હતો.

મેચમાં બેલ્જિયમ 64 ટકા જેટલું હાવી રહ્યું હતું પરંતુ ફ્રાન્સનું ડિફેન્સ મજબૂત રહ્યું હતું. ફ્રાંસના કાયલિન બપ્પે અને એન્ટોનીએ બેલ્જિયમને ફાવવા દીધું નહોતું. મેચ દરમિયાન બેલ્જિયમે 9 શોટ મિસ કર્યા હતા.

સેમી ફાઇનલના આ વિજય બાદ ફ્રાન્સમાં જશ્નનો માહોલ સર્જાયો હતો.