Not Set/ સરકારી ખર્ચે ખાનગી હોસ્પટલમાં અપાતી કોરોનાની મફત સારવાર કેમ બંધ કરવામાં આવી..?

અસારવા સિવિલ, સોલા સિવિલ અને SVP માં જ મફત સારવાર,હાલ ૩ હોસ્પટલમાં જ મફત સારવાર

Ahmedabad Gujarat Trending
mundra 6 સરકારી ખર્ચે ખાનગી હોસ્પટલમાં અપાતી કોરોનાની મફત સારવાર કેમ બંધ કરવામાં આવી..?

અસારવા સિવિલ, સોલા સિવિલ અને SVP માં જ મફત સારવાર,હાલ ૩ હોસ્પટલમાં જ મફત સારવાર

@રીમા દોશી , અમદાવાદ 

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેટ થવાનું વધુ પસંદ કરે છે જેનું મુખ્ય કારણ છે કે હાલ અમદાવાદ માં માત્ર ૩ જ હોસ્પિટલ એવી છે જેમાં સરકારી ખર્ચે સારવાર મળે છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદ અમદાવાદમાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો જેના કારણે અનેક ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી રહેવા લાગ્યા. નિયમ પ્રમાણે હોસ્પટલમાં બેડ ખાલી હોય તો પણ AMC એ હોસ્પિટલને લઘુતમ ભાડું ચૂકવવું પડતું હતું જેનું ભારણ AMC ની તિજોરી પર પડતું હતું. તેટલા માટે  જ ફેબ્રુઆરી ૨૦૨૧ માં AMC એ આવી તમામ હોસ્પિટલની માન્યતા રદ્દ કરી ત્યારે હવે શહેરની માત્ર ૩ હોસ્પિટલ સોલા સિવિલ, અસારવા સિવિલ અને SVP માં જ દર્દીઓને કોરોનાની મફતમાં સારવાર આપવામાં આવે છે.

અગાઉ ૧૦૦ ખાનગી હોસ્પિટલમા અપાતી હતી મફત સારવાર
જાન્યુઆરીમાં કેસ ઘટ્યા બાદ તબક્કાવાર હોસ્પટલ કરાઈ હતી બંધ

અમદાવાદમાં ગત વર્ષે તબક્કાવાર કેસોમાં વધારો થયા બાદ જૂન મહિનાથી શહેરમાં તબક્કાવાર ખાનગી હોસ્પિટલને AMC ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી. પ્રથમ તબક્કે ૫૫ જેટલી ખાનગી હોસ્પટલના ૫૫૦ થી વધુ બેડ પર દર્દીઓને AMC ના ખર્ચે સારવાર આપવામાં આવી. શહેરમાં કેસોમાં વધારો થતા તબક્કાવાર રીતે AMC  ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલની સંખ્યા ૧૦૦ થી વધુ કરવામાં આવી. અમદાવાદ ના જે તે ઝોનના ડોક્ટરની રીફર નોટ ના આધારે દર્દીને તેના રહેણાંક વિસ્તારની નજીક આવેલ CIMS, સાલ, HCG,  જેવી હોસ્પિટલમાં AMC ના ખર્ચે મફતમાં સારવાર મળતી હતી. સમય જતા કેસમાં ઘટાડો થયો અને AMC ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ AMC દ્વારા બંધ કરવામાં આવી.

-AMC ની કામગીરીની પ્રશંશા WHO દ્વારા

સમગ્ર દેશમાં અમદાવાદ મહાનગર પાલિકા એક જ એવી મનપા હતી કે જ્યાં ખાનગી હોસ્પિટલમા પણ સરકારી ખર્ચે કોરોના ના દર્દીઓને સારવાર અપાતી હતી.  જેની નોંધ WHO દ્વારા પણ લેવામાં આવી હતી