ક્લાઇમેટ ફ્રેન્ડલી ખેતી/ ચંદીગઢમાં એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની જી20 બેઠક સમાપ્ત

ભારતે ક્લાઇમેટ ફ્રેન્ડલી ખેતી માટે પ્રાદેશિક સહયોગ પર ભાર મૂક્યો, ત્રણ દિવસીય બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્રમાં ડિજિટલીકરણ, ખાદ્યસુરક્ષા અને પોષણ પર થઇ ચર્ચા.ક્લાઇમેટ ચેન્જ, શહેરીકરણ અને ભોજનની બરબાદી જેવા પડકારોને પહોંચી વળવા તૈયાર છે જી20ના સભ્યો.

India Trending
જી20

ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ‘સિટી બ્યુટીફુલ’ (ચંદીગઢ)માં ચાલી રહેલી એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ (AWG)ની બીજી બેઠક શુક્રવારે સમાપ્ત થઇ. ત્રણ દિવસીય કૃષિ પ્રતિનિધિઓની બેઠકના છેલ્લા દિવસે જી20ના સભ્યોએ અંતિમ દિવસે કોમ્યુનિકનો મુસદ્દો તૈયાર કર્યો, જે ચાર વિષયોના ક્ષેત્રોની જરૂરિયાતોને પહોંચી વળવા અને સમસ્યાઓ ઉકેલવા સાથે સંબંધિત છે.

વિદેશી પ્રતિનિધિમંડળ દ્વારા શહેરની સ્થાનિક મુલાકાત સાથે આ બેઠક સમાપ્ત થઇ. બુધવારે બેઠકના પ્રથમ દિવસે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ખાદ્ય બજારના વિકાસ પર વિવિધ દેશોના પ્રતિનિધિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા, ત્યાં જી20 ડેલિગેટ્સને ચંદીગઢના પ્રસિદ્ધ રૉક ગાર્ડનની ટુર પણ કરાવવામાં આવી, જ્યાં તેઓ રેતીના પથ્થરો અને વેસ્ટ મટિરિયલમાંથી બનાવવામાં આવેલી આકર્ષક કૃતિઓને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. દુનિયાના સૌથી પ્રખ્યાત ગાર્ડન્સમાં સમાવિષ્ટ રૉક ગાર્ડનના અદ્ભુત આર્કિટેક્ચર અને શાંત વાતાવરણ ઉપરાંત, તૂટેલી બંગડીઓ, કપ-પ્લેટ, ગ્લાસ, ટાઇલ્સ અને ઘરની નકામી વસ્તુઓમાંથી બનેલા શિલ્પોએ મુલાકાતીઓને આકર્ષ્યા હતા.

Untitled 113 1 ચંદીગઢમાં એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની જી20 બેઠક સમાપ્ત

આ બેઠકની શરૂઆત એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ફર્મેશન સિસ્ટમ (AMIS)ના રેપિડ રિસ્પોન્સ ફોરમ (RRF) સાથે થઇ હતી, જેમાં વરિષ્ઠ આર્થિક અને આંકડાકીય સલાહકાર અરૂણ કુમારે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણએ RRFના 12મા સેશનમાં તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને સમયની માંગ પ્રમાણે સમયસર પુરાવા આધારિત નીતિઓનું નિર્માણ કરવા અંગે વાત કરી, જેથી ખાદ્યાન્નના ઊંચા ભાવોની ચિંતાને દૂર કરી શકાય.

બેઠકના પહેલા દિવસે કૃષિ સાથે સંકળાયેલા ચાર મહત્વના મુદ્દાઓ, ખાદ્ય સુરક્ષા અને પોષણ, આબોહવા પ્રત્યે સ્માર્ટ વિઝનની સાથે ટકાઉ કૃષિ, સમાવેશી કૃષિ મૂલ્ય શ્રૃંખલા અને ખાદ્ય પ્રણાલી તથા કૃષિ પરિવર્તન માટે ડિજિટલીકરણ પર ચર્ચા કરવામાં આવી. આ આયોજનમાં 19 સભ્ય દેશો, 10 આમંત્રિત દેશો અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન આયોજિત વિવિધ સત્રોમાં ખાદ્ય બજારની સ્થિતિ તેમજ એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ફર્મેશન સિસ્ટમ માટે એક રેપિડ રિસ્પોન્સ ફોરમ એટલે કે ત્વરિત પ્રતિક્રિયા મંચની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો. તેમાં કૃષિ  ક્ષેત્ર માટે ક્ષમતા નિર્માણની જરૂરિયાતો અને ‘આયાતમાં નાણકીય પરિબળોની અસર’ પર પણ ફોકસ કરવામાં આવ્યું.

Untitled 113 2 ચંદીગઢમાં એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની જી20 બેઠક સમાપ્ત

સંમેલનમાં જી20 દેશોના શેરપા ટ્રેકના પ્રતિનિધિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા, જે દરમિયાન ભારતે ક્લાઇમેટ ચેન્જ, શહેરીકરણ અને ભોજનની બરબાદીના પડકારોને પહોંચી વળવા માટે ક્લાઇમેટ ફ્રેન્ડલી ખેતીમાં પ્રાદેશિક સહયોગ અને રોકાણની જરૂરિયાતો પર ભાર મૂક્યો.

બેઠકનો ઉદ્દેશ જી20ના સભ્ય દેશોને એક મંચ પર લાવીને કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે એક સ્થાયી ભવિષ્યની દિશામાં કામ કરવાનો છે. બેઠકના બીજા દિવસે સભ્ય દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા અને પોષણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા થઇ. બેઠકના છેલ્લા દિવસે સભ્ય દેશો વચ્ચે કોમ્યુનિક એટલે કે શાસકીય સૂચનાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો, જે કૃષિ સાથે સંકળાયેલા ચાર મુદ્દાઓ પર કેન્દ્રિત છે. આ દરમિયાન ચંદીગઢ સ્થિત રૉક ગાર્ડનમાં જાડા અનાજ (મિલેટ્સ)નો ફૂડ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો. તેમાં દેશમાં પેદા કરવામાં આવતા જાડા અનાજ અને તેના લાભો વિષે પ્રતિનિધિઓને માહિતી આપવામાં આવી. આ સાથે જ મહેમાનોને સુખના લેકની સહેલ પણ કરાવવામાં આવી. બેઠકની સમાપ્તિ શુક્રવારે પિંજોર સ્થિત યાદવિંદ્રા ગાર્ડનમાં પ્રતિનિધિઓ માટે ડિનરના આયોજન સાથે થઇ.

આ પણ વાંચો:મેં તો ભગવાન પાસે મોત માંગ્યું,કેન્સર સામે ઝઝૂમી રહેલા નવજોત સિંહ સિદ્ધુની પત્નીનું ભાવુક ટ્વીટ

આ પણ વાંચો:શું નીતિન ગડકરી રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે? આપ્યો આ સ્પષ્ટ જવાબ

આ પણ વાંચો:ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો

આ પણ વાંચો:રામનવમી પર આગચંપી કરવા મામલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,’તમારી હિંમત કેવી રીતે

આ પણ વાંચો:PM મોદીએ નવા સંસદ ભવનની લીધી મુલાકાત, બાંધકામ કામદારો સાથે કરી આ વાત