Not Set/ G20 સમીટ : ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનાં પ્રેસિડેન્ટ સાથેની મીટીંગ આ કારણોસર કરી કેન્સલ

યુએસનાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આર્જેન્ટીનામાં ચાલી રહેલી G20 સમીટમાં રશિયાનાં પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે અગાઉથી જે મીટીંગ ગોઠવવામાં આવી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેન્સલ કરી દેવામાં આવી છે. યુક્રેન સાથે થયેલાં દરિયાઈ કાઠાને લઈને રશિયા સાથે થયેલાં વિવાદને કારણે યુએસ પ્રેસિડેન્ટે આ પહેલાં પણ રશિયાને ધમકી આપી હતી કે તેઓ મીટીંગ કેન્સલ કરી દેશે. […]

Top Stories World
629663828 G20 સમીટ : ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનાં પ્રેસિડેન્ટ સાથેની મીટીંગ આ કારણોસર કરી કેન્સલ

યુએસનાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આર્જેન્ટીનામાં ચાલી રહેલી G20 સમીટમાં રશિયાનાં પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે અગાઉથી જે મીટીંગ ગોઠવવામાં આવી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેન્સલ કરી દેવામાં આવી છે.

યુક્રેન સાથે થયેલાં દરિયાઈ કાઠાને લઈને રશિયા સાથે થયેલાં વિવાદને કારણે યુએસ પ્રેસિડેન્ટે આ પહેલાં પણ રશિયાને ધમકી આપી હતી કે તેઓ મીટીંગ કેન્સલ કરી દેશે.

ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘રશિયાએ જહાજો અને નાવિકોને રશિયાથી યુક્રેન પાછા મોકલ્યાં નથી એ હકીકતનાં આધારે મેં નક્કી કર્યું છે કે આર્જેન્ટીનામાં રશિયાનાં પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે અગાઉથી જે મીટીંગ ગોઠવવામાં આવી હતી એ કેન્સલ કરી દેવામાં આવે એ જ સારું રહેશે.’

આખો મુદ્દો એવો છે કે, 25 નવેમ્બરે રશિયન ગાર્ડસ દ્વારા ત્રણ યુક્રેન નેવેલ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો એની ધરપકડ કરવામાં આવી હતી. કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે તેઓ રશિયન બ્લેક સી વિસ્તારમાં ગેરકાયદેસર ઘુસી ગયાં હતા.

સ્વાભાવિક છે કે, હવે G20 સમીટમાં મોદી, ટ્રમ્પ અને પુતિનની થનારી ટ્રાઈલેટરલ મીટીંગ પર આની અસર થશે.