Gandhinagar News/ ગાંધીનગરમાં ટાઈફોઈડના કહેર વચ્ચે કોંગો ફીવરની એન્ટ્રી, પિંડારડા ગામમાં 26 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ

 ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 2026નો પ્રથમ કોંગો ફીવર (Congo fever) કેસ નોંધાયો છે. પિંડારડા ગામના 26 વર્ષીય પશુપાલકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Congo fever

Gandhinagar News:ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઈફોઈડના કેસોમાં થયેલા વધારાએ આરોગ્ય વિભાગને પહેલેથી જ ચિંતામાં મૂક્યો છે. ત્યારે હવે ક્રિમિયન-કોંગો હેમરેજિક ફીવર (CCHF), જેને લોકો કોંગો ફીવર (Congo fever) તરીકે ઓળખે છે, તેનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય અને પશુપાલન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર તાલુકાના પિંડારડા ગામમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા 26 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Congo fever

આ કેસ 2026માં ગુજરાત (Gujarat) માં નોંધાયેલો પ્રથમ કોંગો ફીવર (Congo fever)નો કેસ છે.પિંડારડા ગામ ગાંધીનગરથી માત્ર 17 કિલોમીટર દૂર આવેલું છે અને સાબરમતી નદીના ઉપલા ભાગમાં સ્થિત છે.આ યુવક છેલ્લા એક અઠવાડિયાથી તાવ અને અન્ય લક્ષણો સાથે અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Congo fever

કોંગો ફીવર (Congo fever)ના લક્ષણો

ક્રિમિયન-કોંગો હેમરેજિક ફીવર એ ટિક-બોર્ન વાયરસથી થતો ગંભીર વાયરલ રોગ છે. WHO અનુસાર, આ રોગનો મૃત્યુદર 10 થી 40 ટકા સુધી હોઈ શકે છે.ચેપ લાગ્યા બાદ 6 થી 13 દિવસમાં લક્ષણો દેખાય છે.જેમાં શરૂઆતમાં ઊંચો તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો,ચક્કર આવવા, આંખોમાં સોજા, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા,પેટમાં દુખાવો, ઉલ્ટી, ડિપ્રેશન જેવા લક્ષણો હોય છે.ગંભીર કેસમાં રક્તસ્ત્રાવ, મલ્ટી-ઓર્ગન ફેઇલ્યોર અને મોત પણ થઈ શકે છે.આ રોગની કોઈ વેક્સિન અત્યારે ઉપલબ્ધ નથી, અને સારવાર મુખ્યત્વે સપોર્ટિવ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલી જિલ્લામાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી ચકચાર, વિદ્યાર્થીને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો

આ પણ વાંચો:જામનગરમાં પાંચ વર્ષે ફરી કોંગો ફીવર સામે આવ્યો: કોંગો ફીવરથી આઘેડનું મોત

 આ પણ વાંચો: સિહોરમાં કોંગો ફીવરથી મહિલાનું મોત, જાણો શું છે તેના લક્ષણ