ઉદ્દઘાટન/ ગાંધીનગર નવનિર્મિત સહકાર ભવન નું ઉદ્દઘાટન અમિતભાઇ શાહના હસ્તે કરાયું

ગુજકોમાસોલના ગાંધીનગર ખાતે નવનિર્મિત શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન નું ઉદ્દઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે કરાયું

Gujarat
4 22 ગાંધીનગર નવનિર્મિત સહકાર ભવન નું ઉદ્દઘાટન અમિતભાઇ શાહના હસ્તે કરાયું

ગુજકોમાસોલના ગાંધીનગર ખાતે નવનિર્મિત શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન નું ઉદ્દઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે કરાયું. આ પ્રસંગેકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજુ મોડેલ છે. આ ત્રીજા મોડેલ દેશના વિકાસ માટે ઉપયોગી અને અનુકુળ મોડલ છે. તેને મજબૂત કરી જનજન સુધી તેનો ફાયદો કરાવવો તથા દેશના વડાપ્રધાનશ્રીના સ્વપ્ન ૫ ટ્રીલિયન ડોલર ઇકોનોમિને હાંસલ કરવા ગ્રામીણ ક્ષેત્રને જોડવાનું કામ કરવું ખૂબ જરૂરી છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરાજી દેસાઇ અને ઉદેસિંહ ભાણસિંહ જેવા અનેક લોકોએ સહકારની ભાવના આપણામાં આઝાદીના સમયથી પ્રત્યારોપિત કરી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સહકારિતાની ભાવના સાથે પ્રોફેશનલિઝમની ભાવનાનું સમન્વય ત્રિભુવનદાસ પટેલે ગુજરાતમાં કરી છે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં દેશના વડાપ્રઘાનએ દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સહકારી આંદોલનને ગતિ આપવા અને વર્ષોથી સહકારી કાર્યકર્તાઓની માંગને ધ્યાને લઇ દેશમાં આ મંત્રાલય ઉભું કરવામાં આવ્યું છે. સહકાર ક્ષેત્રને મજબૂત કરવાની ચિંતા સહકાર મંત્રાલય કરશે.

ગુજકોમાસોલના અધ્યક્ષ  દિલીપભાઇ સંધાણીએ મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગ્રામ્ય જનજીવનને ધબકતું કરવાનું મુખ્યકાર્ય ગુજકોમાસોલનું છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં આ સંસ્થાએ તેના ડિવિડન્ટમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. વડાપ્રઘાનના સહકાર થી સમૃધ્ધિક્ષેત્રનું સૂત્ર સાર્થક કરવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, સહકાર અને ઉધોગ મંત્રી  જગદીશભાઇ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ  જેઠાભાઇ ભરવાડ, અમૂલ ડેરીના ચેરમેન  શામળભાઇ પટેલ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પરમાર સહિત અનેક મહાનુભાવો અને મંડળીઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.