ભાવનગર/ સ્વચ્છતાના લીરેલીરા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતમાં જ કચરાના ઢગલા

જો હેલ્થ ઓફિસ સામે જ આવા કચરા ના ઢગલા હોય તો બીજી જગ્યા ની વાત જ કયા રહી. જો કચેરીની આજુબાજુ જ સાફ સફાઈ નહીં કરાવી શકતા તો શહેરના અન્ય સ્થળોની હાલત ની તો વાત જ ક્યાં કરવી

Top Stories Gujarat Others
સ્વચ્છતા જો હેલ્થ ઓફિસ સામે જ આવા કચરા ના ઢગલા હોય તો બીજી જગ્યા ની વાત જ કયા રહી. જો કચેરીની આજુબાજુ જ સાફ સફાઈ

આપણના માનનીય વડાપ્રધાન દ્વારા છેલ્લા કેટલાય સેમીથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો જાહેર કાર્યકમમાં પણ તેઓ અનેક વખત નાનો સરખો કચરો જો નજરે ચઢે તો ઉપાડીને પોતાના હાથમાં કે ખિસ્સામાં નાખતા જોવા મળે છે. ત્યારે તેમના સ્વચ્છતા અભિયાનના ગુજરાત રાજ્યમાં લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા છે. ત્યારે મહુવા ખાતે તો સરકારી કચેરીઓ જાણે કચરાનો ઢગલો બની ગઈ છે. જ્યાં નજર પડે ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ચારેબાજુ સ્વચ્છતાના લીરેલીરા ઉડતા નજરે પડે છે.  હેલ્થ ઓફિસ અને  તાલુકા પંચાયતમાં કચરાના મોટા ઢગલા નજરે પડી રહ્યા છે.

sanjay raut 1 5 સ્વચ્છતાના લીરેલીરા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતમાં જ કચરાના ઢગલા

મહુવા તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા હેલ્થ ઓફિસ સામે જ કચરાના ઢગલા જોવા મળતા લોકો પણ કચેર આવતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. કચેરીના દરવાજા ની અંદર પ્રવેશતા જ કચરા ના ઢગલા નજરે ચઢે છે. એક બાજુ સરકાર સ્વચ્છતાના દાવા થય રહ્યા છે.  પણ અહીં તો સરકારી કચેરીમાં જ સ્વચ્છતા નો અભાવ જોવા મળે છે. સરકારી ઓફિસ ના અધિકારીઓ દ્વારા સરકાર ની સ્વચ્છતા ના લીરે લીરા ઉડાડી રહી છે. ઓફીસના ગ્રાઉન્ડમાં તો ગંદકી છે પણ ઓફીસ ના પરિસર માં પણ ગંદકી નજરે ચઢે છે. ત્યાં પણ સાફસફાઇનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

m4 સ્વચ્છતાના લીરેલીરા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતમાં જ કચરાના ઢગલા

કચેરીની બહાર દરવાજા પાસે તાલુકા હેલ્થ ઓફિસનુ બોર્ડ મારેલુ છે. તે દિશા બતાવી રહ્યું જે જાણે એવું લાગી રહ્યું છે કે આ ઓફિસ કચરા ના ઢગલા માં આવેલી હોય. અહીં દરરોજ તાલુકાના અધિકારીઓ, હેલ્થ ઓફિસના અધિકારીઓ, સભ્યો, વકીલો, બીજી ઓફિસ ના અધિકારીઓ આવતા હોય છે. પરંતુ આજ સુધી કોઈએ આ કચરાના ઢગલા તર્જ નજર નથી નાખી કે નટી સાફ સફાઈ કરાવવા તજવીજ હાથ ધરી. શું આ ધિકારીઓ તેમના ઘરે પણ આવી પરિસ્થિતી ચલાવી લેતા હશે ?

m1 1 સ્વચ્છતાના લીરેલીરા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતમાં જ કચરાના ઢગલા

જો હેલ્થ ઓફિસ સામે જ આવા કચરા ના ઢગલા હોય તો બીજી જગ્યા ની વાત જ કયા રહી. જો કચેરીની આજુબાજુ જ સાફ સફાઈ નહીં કરાવી શકતા તો શહેરના અન્ય સ્થળોની હાલત ની તો વાત જ ક્યાં કરવી. મહુવા શહરની વચ્ચોવચ્ચ તાલુકા હેલ્થ કચેરી અને તાલુકા પંચાયત ઓફિસ આવેલી છે ત્યાં જ આવી ગંદકી જોવા મળે છે. અહી અનેક ઘણી બીજી ઓફિસ આવેલી છે જેમા દરરોજ હજારો ની સંખ્યા માં લોકો ની કામ અર્થે અવર જવર રહેતી હોય છે. ત્યારે આવી ગંદકીને લીધે આવેલ લોકો પોતાની સાથે બીમારી પણ લઈ જાય છે. અહીં તાલુકા વિકાસ અધિકારી ની ઓફિસ પણ આવેલ હોય છે. જો તાલુકા ઓફિસના અને હેલ્થ ઓફિસના અધિકારીઓ અહીં ની ગંદકી સાફ નથી કરાવી શકતા તો મહુવા તાલુકા મા તો કંઈ રીતે ગંદકી સાફ થશે. આ જોઈને એવું લાગે છે કે તંત્ર સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ગંદકીથી ત્રસ્ત ! હવે જોવાનું એ રહ્યું કે આ ગંદકી ક્યારે દૂર કરવામાં આવશે !

CWG 2022/ કોમનવેલ્થમાં આજે સુપર મેચ રમાશે, ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાન ટકરાશે