વિસ્ફોટ/ જુનાગઢમાં ગેસ પાઇપલાઈનમાં જોરદાર બ્લાસ્ટ, ઘરવખરી બળીને ખાખ

જૂનાગઢ શહેરમાં ટોરેન્ટ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેસ લાઇનનું કામ ચાલુ હતું,  ત્યારે ગઈકાલે સમી સાંજે અચાનક જ હેમાવન સોસાયટીમાં ગેસની પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો

Gujarat Others
ગેસ પાઇપલાઈનમાં બ્લાસ્ટ
  • જૂનાગઢ ગેસ પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો
  • બ્લાસ્ટ થતા ઘરવખરી બળીને ખાખ
  • ખામધ્રોળ રોડ પર બની ઘટના
  • હેમાવન સોસાયટીમાં સર્જાઈ દુર્ઘટના

Junagadh News: જૂનાગઢ શહેરમાં ટોરેન્ટ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેસ લાઇનનું કામ ચાલુ હતું,  ત્યારે ગઈકાલે સમી સાંજે અચાનક જ હેમાવન સોસાયટીમાં ગેસની પાઇપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો.  બ્લાસ્ટ બાદ આગ લાગી ગઇ. તો, આગ લાગ્યા બાદ જ્યારે વધુ પ્રસરી તો, તેમાં ઘરવખરીને નુકસાન થયું. તો, ઘરમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો અને ઘટના બાબતે એવી અફરાતફરી મચી કે. આસપાસ રહેતા લોકો પણ ઘરની બહાર નીકળી ગયા.

આ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશોના ઘરોની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. અચાનક થયેલા આ ગેસ બ્લાસ્ટના કારણે સ્થાનિકોના જીવ અધ્ધર થયા હતા.

સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ સામે નથી આવ્યા. ઘટના બનતા મકાનને નુકશાન થવા પામ્યું હતું. ખાસ કરીને આસપાસઆ લોકો પણ મદદે દોડી આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 જુનાગઢમાં ગેસ પાઇપલાઈનમાં જોરદાર બ્લાસ્ટ, ઘરવખરી બળીને ખાખ


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા