અમેરિકા/ ભારતમાંથી એક્ષ્પોર્ટ થતી જેમ્સ એન્ડ જ્વેલરી પર ૨૫ ટકા ટેક્સ લાગશે, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને માઠી દશા

ભારત અને તેમાંય ખાસ કરીને સુરતમાં તૈયાર થતાં હીરા અને જ્વેલરીનું 50 ટકા ખરીદદાર વર્ગ અમેરિકાના મોટા રિટેઈલર્સ ઉદ્યોગકારો અને રોકાણકારો છે. દર વર્ષે સુરતમાંથી એકમાત્ર નેચરલ હીરાનું જ 1.50 લાખ કરોડનું એક્સપોર્ટ છે.

Gujarat Others
Untitled 286 ભારતમાંથી એક્ષ્પોર્ટ થતી જેમ્સ એન્ડ જ્વેલરી પર ૨૫ ટકા ટેક્સ લાગશે, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને માઠી દશા

અમેરિકામાં એક્સપોર્ટ થતાં હીરા અને ઝવેરાતની કુલ 18 કેટેગરીઓ ઉપર 25 ટકા ટેક્સ વસુલાતની અમેરિકાએ જાહેરાત કરતા કોરોનાકાળમાં બંને ઉદ્યોગોને ફટકો પડશે. સુરતના કતારગામ, વરાછા, વેડરોડ સહિતના વિસ્તારોમાં નાના-મોટા 300 એકમો ડાયમંડ જ્વેલરી તૈયાર કરે છે. જે પૈકી મોટાભાગની કંપનીઓનો બાયર એકમાત્ર અમેરિકા છે. એક અંદાજે પ્રમાણે દર મહિને રૂપિયા 350 કરોડથી વધુની જ્વેલરીઓ સુરતથી અમેરિકા એક્સપોર્ટ થાય છે. જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે અમેરિકા મુખ્ય બાયર છે.

50 ટકા અમેરિકા અને 30 ટકા હોંગકોંગ એક્સપોર્ટ થાય છે

ભારત અને તેમાંય ખાસ કરીને સુરતમાં તૈયાર થતાં હીરા અને જ્વેલરીનું 50 ટકા ખરીદદાર વર્ગ અમેરિકાના મોટા રિટેઈલર્સ ઉદ્યોગકારો અને રોકાણકારો છે. દર વર્ષે સુરતમાંથી એકમાત્ર નેચરલ હીરાનું જ 1.50 લાખ કરોડનું એક્સપોર્ટ છે. સ્થાનિક આગેવાનોના મતાનુસાર તે પૈકી 50 ટકા અમેરિકા અને 30 ટકા હોંગકોંગ એક્સપોર્ટ થાય છે. જીજેઈપીસીના રિજીનોયલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, અમેરિકાના અવ્યવહારું ટેક્સના કારણે સુરત સહિત ભારતના ઉદ્યોગકારોને મોટું નુકશાન થઈ શકે છે. જેની સામે ઓનલાઈન પિટિશન કરવા માટે જીજેઈપીસી દ્વારા તમામ કાઉન્સિલને સુચવવામાં આવ્યું છે.

પીટીશન પણ દાખલ કરાઈ

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતમાંથી એક્ષ્પોર્ટ થતી જેમ્સ એન્ડ જ્વેલરી પર ૨૫ ટકા ટેક્સ નાખવાની વાત કરી છે, માત્ર ભારત જ નહી અન્ય ૬ દેશોમાં પણ અમેરિકા ૨૫ ટકા જેમ્સ એન્ડ જ્વેલરી પર ટેક્સ નાખવાનું અમેરિકા વિચારી રહ્યું છે. આ બાબતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ કાઉન્સિલર ભારત સરકાર દ્વારા વકીલ રાખીને આ બાબતે એક પીટીશન પણ દાખલ કરવામાં આવી છે. જો આ ૨૫ ટકા ટેક્સ અમલી થશે તો આવનારા સમયમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખુબ મોટી અસર થઇ શકે છે. આ ઉપરાંત જે લોકો અમેરિકા એક્ષ્પોર્ટ કરે છે તેઓને રજૂઆત કરવામાં આવી છે કે આ મામલે પીટીશન દાખલ કરે. જેથી અમેરિકા સામે મજબુતાઈથી વાત રાખી શકાય