Gandhinagar/ ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

ગાંધીનગર ગિફ્ટ સિટીને SEZ (Special Economic Zone) તરીકે જાહેર કરાયું છે. વ્યવસાયિક, નાણાકીય અને રહેણાંક હેતુઓ માટે વિકસાવવામાં આવી રહ્યું છે…..

Top Stories Gandhinagar Gujarat Breaking News
Image 2024 06 14T152647.657 ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

Gandhiagar News: PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમા ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય તેમ શહેરી વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ‘ગ્લૉબલ ફાઇનાન્સ હબ’ બનાવવાના સપના પર બ્રેક મારતાં જમીનોના ભાવો અહીં વધવા લાગ્યા હતા, ત્યારે આ નિર્ણયને પાછો ખેંચતા પ્રોપર્ટીના ભાવોમાં કડાકો બોલાયો છે.

ગાંધીનગર ગિફ્ટ સિટીને SEZ (Special Economic Zone) તરીકે જાહેર કરાયું છે. વ્યવસાયિક, નાણાકીય અને રહેણાંક હેતુઓ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. ફાઈનાન્સ હબમાં નવા નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યાં હતા. ત્યારે હવે 11 જૂનના રોજ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકારની મોટી જાહેરાતથી જમીનોના ભાવો ઘટી ગયા છે. તેમજ ઊંચા ભાવે જમીનો ખરીદનારાઓને મોટો ફટકો પડવાનો છે. સરકારે નવેમ્બર 2022 અને 2023માં 996 હેક્ટર વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે મંજૂરી આપી હતી.

સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચી ગાંધીનગર (GUDA) વિકાસ માટે કામો કરશે, પરિણામે જમીનોના ભાવો નીચા જશે. ગુજરાત ટાઉન પ્લાનિંગ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ નિર્ણય પાછો ખેંચ્યો છે. માત્ર 7 મહિનામાં ગુજરાત સરકારના ગિફ્ટ સિટીના વિસ્તરણના સપનાનું બાળમરણ થયું છે. ગિફ્ટ સિટીનું વિસ્તરણ સરકાર માટે મોટી ચેલન્જ હતી. ન માત્ર જમીન સંપાદન, પરંતુ મોટા અને પહોળા રસ્તા અને જંક્શનોનાં આયોજનો માટે ગિફ્ટ સિટી હેઠળના ખાસ શહેર તરીકે વિકાસ કરવો એ વ્યવહારુ ન હોવાથી સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ