Not Set/ ગીર-સોમનાથ: શેરડીના ભાવમાં ધટાડો, ખેડૂતો ચિંતામાં ગરકાવ

ગીર-સોમનાથ, ખેડૂતોના પાકોના ભાવમાં સતતને સતત ઘટાડો થઈ રહ્યો છે, ડુંગળી પકાવતા ખેડૂતોએ ઉભા પાકમા પશુ ચરાવ્યા તો હવે શેરડી પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગીરના સુત્રાપાડા તાલાલા કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમા શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને અત્યાર સુધી એક ટન શેરડીના 2100 રૂપિયા ભાવ મળતા હતા. પરંતુ અચાનક છેલ્લા 15 […]

Gujarat Others
mantavya 34 ગીર-સોમનાથ: શેરડીના ભાવમાં ધટાડો, ખેડૂતો ચિંતામાં ગરકાવ

ગીર-સોમનાથ,

ખેડૂતોના પાકોના ભાવમાં સતતને સતત ઘટાડો થઈ રહ્યો છે, ડુંગળી પકાવતા ખેડૂતોએ ઉભા પાકમા પશુ ચરાવ્યા તો હવે શેરડી પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગીરના સુત્રાપાડા તાલાલા કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમા શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને અત્યાર સુધી એક ટન શેરડીના 2100 રૂપિયા ભાવ મળતા હતા. પરંતુ અચાનક છેલ્લા 15 દિવસ થી ભાવૃમા ધરખમ ઘટાડો થયો અને 2100 રૂપિયાની જગ્યાએ ભાવ 1600 થઈ ગયા. એટલે કે 500 રૂપિયાનો ઘટાડો થયો છે.

તો બીજી તરફ ગોળના બજારમાં પણ મંદી છવાઈ છે. ગોળના ભાવ ડબ્બે 600 થી ઘટી 425 થતાં શેરડીના ભાવ તૂટયા છે. વેપારીઓનું કહેવું છે કે અખાદ્ય ગોળ રાજ્યમાં ઘૂસવાના કારણે અને પ્રોડકશન વધવાના કારણે ગોળના ભાવ તૂટયા છે.