Not Set/ વિવાદિત નિવેદનો આપવા બદલ ગિરિરાજ સિંહને ભાજપ અધ્યક્ષે પાઠવ્યું સમન્સ

વિવાદિત નિવેદનો અંગે વારંવાર ચર્ચામાં રહેતાં કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. વિરોધીઓને કડક જવાબ આપનાર ગિરીરાજ સિંહને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સમન્સ પાઠવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને ડેરી પ્રધાન ગિરિરાજસિંહે એક પછી એક બે વિવાદિત નિવેદનો આપ્યા હતા, જેના વિશે તેઓની ખૂબ જગ હસાઇ થઇ […]

Top Stories India
વિવાદિત નિવેદનો આપવા બદલ ગિરિરાજ સિંહને ભાજપ અધ્યક્ષે પાઠવ્યું સમન્સ

વિવાદિત નિવેદનો અંગે વારંવાર ચર્ચામાં રહેતાં કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. વિરોધીઓને કડક જવાબ આપનાર ગિરીરાજ સિંહને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સમન્સ પાઠવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને ડેરી પ્રધાન ગિરિરાજસિંહે એક પછી એક બે વિવાદિત નિવેદનો આપ્યા હતા, જેના વિશે તેઓની ખૂબ જગ હસાઇ થઇ હતી. ઉત્તર પ્રદેશનાં સહારનપુરમાં સીએએનાં સમર્થનમાં એક રેલી દરમિયાન તેમણે દેવબંદને આતંકવાદની ગંગોત્રી ગણાવી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ શનિવારે માહિતી આપી હતી કે વિવાદાસ્પદ નિવેદનને કારણે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગિરીરાજસિંહને સમન્સ પાઠવ્યુ છે. તેમણે દિલ્હીનાં શાહીન બાગમાં સીએએ વિરુદ્ધ વિરોધ કરનારા વિરુદ્ધ વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, શાહીન બાગ હવે માત્ર એક આંદોલન નથી રહ્યુ, તે એક સંપૂર્ણ સુસાઇડ બોમ્બર ગ્રુપ બની ગયા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ગિરિરાજે ઘણા વિવાદિત ટ્વિટ કર્યા હતા જે ઘણા ચર્ચામાં બની રહ્યા હતા. તેમણે લખ્યું, ‘શાહીન બાગનાં સમર્થકો કેજરીવાલને મત આપવા માટે બહાર આવ્યા છે. હું દિલ્હીની જનતાને અપીલ કરું છું કે જો શાહીન બાગને રોકવાની ઇચ્છા છે તો.. જો દિલ્હીને ઇસ્લામિક રાજ્ય બનતાં બચાવવું હોય તો બહાર નીકળીને ભાજપને મત આપો. આ સિવાય તેમણે શાહીન બાગ વિશે એક ટ્વિટમાં લખ્યું છે કે ‘આ શાહીન બાગ હવે માત્ર એક આંદોલન નથી રહ્યુ.. અહીં આત્મઘાતી બોમ્બર બનાવવામાં આવી રહ્યા છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.