Suicide/ દ્વારકામાં પિતાએ મોબાઇલ ન લઈ આપતા કિશોરીનો આપઘાત

દ્વારકાના ભાણવડ તાલુકાના મોખાણા ગામે માબાપે મોબાઇલ લેવાની ના કહેતા 15 વર્ષની કિશોરીએ પોતાના હાથે સાડી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મૃતક કિશોરી 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

Gujarat
Womens Suicide દ્વારકામાં પિતાએ મોબાઇલ ન લઈ આપતા કિશોરીનો આપઘાત

બાળકોમાં મોબાઇલની લત એવી છે કે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક કિશોરીએ તેના માટે જીવ આપી દીધો હતો. દ્વારકાના ભાણવડ તાલુકાના મોખાણા ગામે માબાપે મોબાઇલ લેવાની ના કહેતા 15 વર્ષની કિશોરીએ પોતાના હાથે સાડી વડે ગળે ફાંસો લગાવી આપઘાટ કરી લીધો હતો. મૃતક કિશોરી 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

તેણે મોબાઇલ ફોન લેવા માટે પિતાને વાત કરી હતી. પિતાએ તેને મોબાઇલ ફોન લાવવાની ના પાડી હતી. તેના લીધે તેને મનમાં લાગી આવ્યું હતું. તેના લીધે તેણે આ અંતિમ પગલું ભર્યુ હતુ. મૃતકના પિતા સુભાષભી વલ્લભભાઈ પરમારે ભાણવડ પોલીસ મથકમાં આ વિગત લખાવી હતી. તેના પછી પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી અને તે આ તારમ પર આવી હતી.

એક તરફ બાળકોને લઈ માતા પિતા અનેક સપના જોતાં હોય છે. યારે બીજી તરફ માતા પિતાના સપનાને સમજ્યા વગર પોતાની જીદ પર ઉતરી આવતા બાળકો માતા પિતા માટે ક્યારેક આફત સમાન બની જાય છે. ભાણવડમાં તરૂણીએ મોબાઈલ લેવાની જીદથી આપઘાત કરી લેતા પરિવાર પર આફતનું આભ તૂટી પડ્યું હતું. સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના અંગે પોલીસમાં જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

મોબાઇલ હાલમાં કેટલાય લોકો માટે મોટી લત સમાન બની ગયો છે. બાળકો માટે તો જાણે મોબાઇલનું વ્યસન થઈ ગયું છે. પહેલા તો સિગારેટ, તમાકુ અને ગુટખાને મોટું વ્યસન માનવામાં આવતું હતું, હવે મોબાઇલ મોટી લત બની ગયો

છેલ્લા કેટલાક સમયથી બાળકોથી માંડીને તરુણ અવસ્થા સુધીનાઓમાં મોબાઈલ અને મોબાઈલમાં ગેમ અને સોશ્યલ મીડિયા એપ્સનું એવું ઘેલું લાગ્યું છે. જેને કારણે કોઈ ઘર છોડીને જતા રહે છે તો કોઈ આત્મહત્યા કરી લે છે. તો કોઈ ગુન્હો આચરતા પણ અટકાતા નથી.

 

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ સીસીને મળ્યા PM મોદી, અલ-હકીમ મસ્જિદ પહોંચ્યા, વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને પાઠવી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ Kedarnath Yatra 2023/ ઉત્તરાખંડમાં પહોંચ્યું ચોમાસું, ભારે વરસાદ, થંભી ગઈ કેદારનાથ યાત્રા

આ પણ વાંચોઃ PM કિસાન યોજના/ સરકારે ખેડૂતોને આપી વધુ એક સુવિધા, હવે આ મોબાઈલ એપ દ્વારા સરળતાથી થશે KYC

આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ પીએમ મોદી પહોંચ્યા કાહિરાની અલ હકીમ મસ્જિદ, જાણો ખાસ કનેક્શન

આ પણ વાંચોઃ Pakistan/ હવે કરાચી પોર્ટ પણ UAEને વેચશે પાકિસ્તાન, વેતનમાં કાપ, ટેક્સમાં વધારો; પાકિસ્તાન પૈસા માટે શું કરી રહ્યું છે?