Panchmahal/ ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

મકાન કે બિલ્ડીંગ બાંધનાર માલિક, કોન્ટ્રાક્ટર કે આર્કિટેક રજા ચિઠ્ઠીમાં શરતો લખેલી હોય તે મુજબ બાંધકામ કરતા નથી…….

Top Stories Gujarat Others
Image 2024 06 09T114152.781 ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

@મોહસીન દાલ

Panchmahal News: ગોધરા શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ લેવાતા નથી? ગોધરા શહેરની ચોતરફ અને આઠેય ખૂણાઓમાં મોટા મોટા બાંધકામોમાં મનમાની અને લાલિયાવાડીની બોલબાલા છે.

WhatsApp Image 2024 06 09 at 10.54.05 AM 1 ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેરની પ્રજાની સલામતીને ધ્યાનમાં રાખવાની જગ્યાએ અસલામતીઓ અનુભવતા શહેરીજનોનો અવાજ બુલંદ કોણ કરશે? કોઈ પણ શહેરમાં મકાન નિર્માણ માટે એક ચોક્કસ પ્રક્રિયા અનુસરીને નગર પાલિકાની પરવાનગી એટલે કે રજા ચિઠ્ઠી મેળવવી પડે અને પરવાનગીની શરતો અનુસાર બાંધકામ કરવું પડે. તે બાંધકામ પૂર્ણ થયા પછી જ કમ્પ્લિશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ વપરાશની મંજૂરી સહિત વિવિધ મંજૂરીઓ લેવી પડે ત્યારે તેનો ઉપયોગ શરૂ કરી શકાય છે. પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડિંગ ઈન્સ્પેક્ટરના માધ્યમથી બાંધકામની પ્રવૃત્તિઓનું નિયમન કરવું પડે અને નિર્માણ લોક સલામતી માટે જોખમરૂપ ન હોવાની પ્રત્યેક તબક્કે ચકાસણી કરવી પડે. એટલે જો બિલ્ડીંગ ઈન્સ્પેક્ટર દ્વારા કડકાઈ રાખવામાં આવે તો મકાનો નિયમ પ્રમાણે બંધાય અને GDCR મુજબ કરવામાં આવેલ બાંધકામ યોગ્ય ગણાય.

WhatsApp Image 2024 06 09 at 10.54.05 AM ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

પરંતુ આ બાબતોમાં ‘તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ’ની નીતિ અપનાવવામાં આવતી હોય છે અને રાતોરાત લંબી દાઢી જેવી ઇમારતો ઉગી નીકળે છે. એમાં ન તો અગ્નિશમનની નિયમ પ્રમાણેની વ્યવસ્થા હોય ન પાર્કિંગની. ઇમારત આગળનો રસ્તો એ જ પાર્કિંગ માની લેવામાં આવે છે. પરિણામે રસ્તો સાંકડો અને વાહન ઝાઝાના ખેલ જેવા તમાશાઓ રોજે રોજ જોવા મળે છે બાંધકામનો પરવાનો ધરાવતો હોય તેવો ઠેકેદાર અધિકૃત ગણાય.

WhatsApp Image 2024 06 09 at 10.54.04 AM 1 ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

મકાન અસલામત હોય અને મકાનો પડી જાય તો જવાબદારી ઠેકેદારની ગણાય. એની ગરદન પકડી શકાય. પરંતુ થોડી લેવડ દેવડ કરી લો તો સબ ચલતા હૈ. પ્લીન્થ નિરીક્ષક ની પણ અગત્યની જવાબદારી. પણ બધું ચાલી જાય છે. ગોધરા શહેરમાં ૯૦ ટકા પ્રમાણે બાંધકામ થતું હોય છે. GDCR ના નિયમ મુજબ થતું નથી. જે બાંધકામ કરવામાં આવતું હોય તેનો કોન્ટ્રાક્ટર અને આર્કિટેક લાઇસન્સ હોલ્ડર જોઈએ.

મકાન કે બિલ્ડીંગ બાંધનાર માલિક, કોન્ટ્રાક્ટર કે આર્કિટેક રજા ચિઠ્ઠીમાં શરતો લખેલી હોય તે મુજબ બાંધકામ કરતા નથી. તે ચેકિંગ કરવાનું કામ જે તે નગરપાલિકાના બિલ્ડીંગ ઈન્સ્પેક્ટરનું હોય છે અને તેમાં પણ બાંધકામ કરનાર મકાન માલિક જેટલું ગેરકાયદે બાંધકામ કરે તે પોતે જ જવાબદાર હોય છે. એટલો જ કોન્ટ્રાક્ટર અને આર્કિટેક અને પાલિકાનો બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર તેમજ નગર પાલિકા દ્વારા આપવામાં આવેલ રજા ચિઠ્ઠી પ્રમાણે કામગીરી થઈ છે કે નથી તેનું ચેકિંગ કરવાનું કામ બિલ્ડીંગ ઈન્સ્પેક્ટરનું હોય છે.

બાંધકામ શરૂ થાય ત્યારે રજા ચિઠ્ઠી ત્યારબાદ સર્ટિફિકેટ લેવાનું હોય છે. ત્યાર બાદ પીસી, ઓસી, સીસી અને જો રજા ચિઠ્ઠી -,નકશા મુજબ કામ થાય છે કે નહીં થતું એની જિમ્મેદારી પણ બિલ્ડીંગ ઈન્સ્પેક્ટરની હોય છે. એ પ્રમાણે કામગીરી ના થતી હોય તો તેને સીલ મારવાની કામગીરી પણ બિલ્ડીંગ ઈન્સ્પેક્ટરને કરવાની હોય છે.

પરંતુ બાંધકામ કરનાર મકાન માલિક, કોન્ટ્રાક્ટર અને આર્કિટેક આ નિયમ મુજબ કામગીરી કરતા નથી. એક વખત પરવાનગી મળી ગયા પછી પરવાનગીમાં નજીવા ફેરફાર વિનિયમો-બાયલોઝ વિરૂધ્ધમાં નહિ કરવાના હોય તો જે જે ફેરફાર તેમના કરવાના હોય તો તમામ ફેરફારો કરતાં પહેલાં રીવાઈઝડ પ્લાન કરી નગર સેવા સદનમાં મંજૂરી માટે મોકલવાનો હોય અને તે ફેરફારો મંજૂરી મળતાં પહેલા પણ કોઈપણ કારણ કરી દેવા તે મકાન કરનારને છુટ રહેશે.

WhatsApp Image 2024 06 09 at 10.54.03 AM ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

પણ તે ફેરફારો/ વિનિયમો વિરૂધ્ધ હશે તો ગમે તેટલા નુકશાન થશે તો પણ કોઈપણ કારણ ધ્યાનમાં લીધા વગર તોડી નાખવામાં આવશે. રજા ચિઠ્ઠી નગર પાલિકા ઈન્સ્પેક્ટર અથવા બીજા અધિકારી જોવા માગે તેને બતાવવા માલિક બંધાયેલ છે. તે નહીં બતાવશે તો તે કામ બંધ કરવા હુકમ કરશે તે મુજબ બંધ કરવું પડશે. દરેક રૂમ અથવા જગ્યાનો ઉપયોગ મંજૂર થયેલા ઉપયોગ મુજબ કરવાનો રહેશે અને તેની જવાબદારી અરજદારની રહેશે. વિકાસ પરવાનગી/રજા ચિઠ્ઠી અને મંજૂર થયેલા નકશાઓ, ડ્રોઈંગ સ્પેસિફિકેશન મેળવેલા હોય તો માલિક આ વિનિયમો બાયલોઝની જરૂરીયાત મુજબ કરવાની જવાબદારીમાંથી કોઈ રીતે છટકી શકશે નહીં.

મંજૂર નકશા વિરૂધ્ધ બાંધકામ કરવાથી/રજા ચિઠ્ઠીમાં જણાવેલ શરતોનો ભંગ કરવાથી/ઓક્યુપેશન સર્ટીફીકેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરવાથી રજા ચિઠ્ઠી આપોઆપ રદ્દ થયેલ ગણવામાં આવશે. નિયમોનુસાર આપેલ પરવાનગી વિરુધ્ધની બિનઅધિકૃત બાંધકામોને કોઈપણ સંજોગોમાં નિયમબદ્ધ કરવામાં આવશે નહીં. બિન અધિકૃત બાંધકામો અન્વયે સબંધક પરવાનગી એન્જીનીયર, આર્કિટેક્ટ, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર વગેરેની કોઈપણ જાતની નોટીસ, ચેતવણી આપ્યા વિના તેઓના લાયસન્સ વગેરે રદ્દ કરી ‘કાળી યાદી’માં તાત્કાલીક અસરથી મૂકવામાં આવશે.

WhatsApp Image 2024 06 09 at 10.54.02 AM ગોધરા ન.પા. હદ વિસ્તારમાં ગેરકાયદે મકાનોના બાંધકામોમાં વહીવટી તંત્રની મનમાની કેમ?

ઓકયુપેશન- કસર્ટીફીકેટ મેળવતાં પહેલા સોસાયટીના આંતરીક રસ્તા પાકા બનાવવાના રહેશે. તેમજ વોર્ડમાંથી થતી આકરાણી ફક્ત કાયદેસર બાંધકામોની થવી જોઈએ એવું ગોધરા શહેરની પ્રજાજનો ઈચ્છી રહ્યાં છે. કારણ કે શહેરમાં માર્કેટ વેલ્યુએશન વિસ્તારોમાં મોટા મોટા બિલ્ડિંગો અને શો રૂમોનું બિન અધિકૃત બાંધકામ ઊભું કરી દીધું છે આ લોકો પાસે પણ પરમિશન નથી તો તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી માત્રને માત્ર દેખાવ ખાતર જ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો ગોધરા શહેરમાં જિલ્લા વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા કાયદેસર તપાસ કરવામાં આવે તો શહેરમાં હાલમાં ચાલી રહેલા બાંધકામોમાં નગર પાલિકાની પરવાનગીઓ, ફાયર સેફટી અને પાર્કિંગ વ્યવસ્થાઓની ચકાસણીઓ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ગોધરાના શહેરીજનો અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલ છે તેમાં તેઓને છુટકારાઓ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે