Not Set/ બાળકોના જીવનમાં ઢાલ બનવા જતાં વાલીઓ ખરા અર્થમાં સ્પીડબ્રેકર બની જાય છે…!

દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તે પોતાના બાળકોનો સારામાં સારી રીતે ઉછેર કરે. તેમનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે વાલીઓ ઘણી વખત વધારે પડતું ધ્યાન રાખતા

Trending Lifestyle Relationships
parents shield બાળકોના જીવનમાં ઢાલ બનવા જતાં વાલીઓ ખરા અર્થમાં સ્પીડબ્રેકર બની જાય છે...!

માતૃત્વ : ભાવિની વસાણી

દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તે પોતાના બાળકોનો સારામાં સારી રીતે ઉછેર કરે. તેમનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે વાલીઓ ઘણી વખત વધારે પડતું ધ્યાન રાખતા હોય છે. દરેક નાની-મોટી બાબતમાં તેઓ રોક ટોક કરતાં હોય છે, અને પોતાના અનુભવના ભાર હેઠળ સંતાનની મહેચ્છાઓને કચડી નાખતા હોય છે.જેના કારણે બાળકો તેમના જીવનમાં આગળ વધી શકતા નથી કે આત્મનિર્ભર બની શકતા નથી, તેમજ આવા માતા-પિતાની ઢાલ બનવાની આદતના કારણે ખરા અર્થમાં તેઓ સંતાનના વિકાસ માટે સ્પીડ બ્રેકરનું કામ કરતા હોય છે. અથવા તો તેની બીજી બાજુ એવું પણ થઈ શકે છે કે બાળક નાની નાની બાબતમાં માતા-પિતા પર આધારિત થઈ જાય છે, અને પોતાના જીવનમાં કાચો પાપડ ભાંગવાની તૈયારી તેની હોતી નથી. તમે કઈ રીતે જાણશો કે તમે માતા-પિતા તરીકે સંતાનોના જીવનમાં સ્પીડબ્રેકરનું કામ કરી રહ્યા છો? દરેક બાળક એક ફૂલ સમાન હોય છે, તેને તમે ઉછેરો જરૂર પરંતુ તેને ઉગવા માટેનો અવકાશ પણ આપવો જોઈએ.

matrutv 3 બાળકોના જીવનમાં ઢાલ બનવા જતાં વાલીઓ ખરા અર્થમાં સ્પીડબ્રેકર બની જાય છે...!

* સૌ પ્રથમ એ બાબતનું નિરીક્ષણ કરો કે તમારું બાળક દરેક નાનીમોટી બાબતોમાં તમારી મદદ માગી રહ્યું છે ? તેમજ પોતાના સ્તર પર નિર્ણય લેવાના બદલે દરેક બાબતમાં તમને પૂછી રહ્યું છે ? દાખલા તરીકે તમારું બાળક સ્કૂલમાં અન્ય બાળકની ઓળખ આપી અને પૂછે કે હું તેની સાથે દોસ્તી કરું કે નહીં ? જો એવું હોય તો તમે જાણતા કે અજાણતા તમારા બાળકના વિકાસ માટે મોટા અવરોધક બની ગયા છો.

* બાળકને તેની ઉમર પ્રમાણેના નાના-મોટા નિર્ણયો જાતે લેવા દો અને દરેક બાબતમાં તમને પૂછવાની તેમની આદત છોડાવો. કેટલાક સીધા અને સાદા દેખાતા નિર્ણયો તેને જાતે લેવા દો. દરેક બાબતમાં કંઈ ઢાલ બનીને ઊભા રહેવાની તમારે જરૂર હોતી નથી. તમે આમ છુટ આપશો તો બાળકમાં નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને તે આત્મનિર્ભર બનતો જશે.

Stop Being An Overprotective Parent | Hypnosis Downloads

* બાળકોના સ્કુલ ટીચર સાથે સંપર્ક રાખવો અને તેના ભણતર વિશે જાણકારી રાખવી દરેક વાલીઓને ફરજ છે, પરંતુ તે માટે ટીચર સાથે દરેક બાબતમાં રોજબરોજ દખલ કરવી તે યોગ્ય નથી.

* જો બાળકને કોઈ વિષયમાં માર્ક્સ ઓછા આવ્યા હોય અને આ બાબતમાં તમને ગુસ્સો આવી જતો હોય, અને તમે તેને લઇને શાળામાં ટીચર સાથે ઝઘડો કરી બેસતા હોય, તો આ રીતે તમે સારા વાલી નથી બની રહ્યા પરંતુ બાળકના વિકાસ માટે મોટી બાધા બની રહ્યા છો.

* બાળકોના સ્કુલ ટીચર સાથે સંપર્ક રાખવો પરંતુ ટીચરમાં રસ લેવાના બદલે જરૂરી છે કે બાળકના વિકાસ લક્ષી દરેક નાની-નાની બાબતમાં જાણવાની જિજ્ઞાસા રાખવી જોઈએ, આ માટે શિક્ષકો સાથે દલીલબાજી કરવી તે યોગ્ય નથી.

Causes, Signs and Effects of Overprotective Parents

* કેટલાક માતા-પિતા એવા હોય છે જે બાળકના હોમવર્કને લઈને વધારે ચિંતિત રહે છે. હોમવર્કની બાબતમાં બાળકોને માર્ગદર્શન આપો સારી બાબત છે, પરંતુ પોતે પુસ્તક લઇ અને તેના હોમવર્ક કરવા બેસી જાવ અને બાળકને છૂટો મૂકી દેશો તો તે બાબત યોગ્ય નથી.

* બાળકોની સ્કૂલના પ્રોજેક્ટ, ડાન્સ કે અન્ય પ્રવૃતિઓની તૈયારીમાં તમે સહાયકની ભૂમિકા બજાવો, આ બધા કામ માટેનો ભાર પોતાની ઉપર લેવાની જરૂર નથી. આવું કરશો તો બાળક ક્યારેય સમજી નહિ શકે કે તેણે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવી જોઈએ અથવા તો તે કરવામાં કેટલી મહેનત થાય છે.

* ઘણી વખત એવું જોવા મળે છે કે ઘણાં માતા-પિતા દરેક બાબતમાં પોતાના બાળકનો પક્ષ લેતા હોય છે. મિત્રોમાં અંદરોઅંદર ઝઘડો થતો હોય છે ત્યારે તેમની વચ્ચે વાલીઓને પડવાની જરૂર હોતી નથી, આ વખતે જો તમે વચ્ચે પડો છો તો તે સારા વાલીનું ઉદાહરણ નથી.

Effects Of Overprotective Parenting - Being The Parent

* ઘણી એવી નાની-નાની બાબતો હોય છે કે જેમાં વાલીઓ બાળકોની વકાલત કરતા હોય છે, ઘણી બાબતો એવી હોય છે કે જે તેમના સ્તર પર બાળકોને જાતે કરવા દેવી જોઈએ. ખૂબ જ જરૂરી લાગે ત્યારે જ આવી બાબતમાં વચ્ચે પડવું જોઈએ અન્યથા બાળકનો વિકાસ ખરેખર અટકી જશે.

* ઘણી વખત ઘણા વાલીઓ બાળકોની એટલી બધી ચિંતા કરતા હોય છે કે દરેક સમયે તેની સાથે રહેતા હોય છે. એટલે સુધી કે બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય ત્યારે પણ તેમાં તેને અવકાશ આપવામા આવતો નથી, અને પોતે દરેક બાબતમાં વચ્ચે કૂદી પડતા હોય છે. જો ડગલેને પગલે આવું થઈ રહ્યું હોય તો તમારે ચેતી જવાની જરૂર છે તમે આ રીતે બાળકનો વિકાસ કરી રહ્યા નથી પરંતુ તમે સ્પીડબ્રેક્રરની ભૂમિકા નિભાવી રહ્યા છો.

majboor str 8 બાળકોના જીવનમાં ઢાલ બનવા જતાં વાલીઓ ખરા અર્થમાં સ્પીડબ્રેકર બની જાય છે...!