Not Set/ દુષ્કર્મના ગુનામાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી ગોંડલ કોર્ટ

વિશ્વાસ ભોજાણી , ગોંડલ  ગોંડલની યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર યુવતી સાથે શરીર સબંધ બાંધી તેની સાથે લગ્ન નહી કરવાના ગુન્હા માં આરોપીને દસ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફરમારવતી ગોંડલ ની સેશન્સ કોર્ટ.  ગોંડલ શહેરમાં રહેતી યુવતીએ એવી ફરીયાદ લખાવેલ કે આરોપી કેતન હરેશભાઈ વૈષ્ણવ રહે ભગવતપરા, પટેલવાડી, ગોંડલ ના સાથે સંબંધ હોય […]

Gujarat
IMG 20210713 WA0056 દુષ્કર્મના ગુનામાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી ગોંડલ કોર્ટ

વિશ્વાસ ભોજાણી , ગોંડલ 

ગોંડલની યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર યુવતી સાથે શરીર સબંધ બાંધી તેની સાથે લગ્ન નહી કરવાના ગુન્હા માં આરોપીને દસ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફરમારવતી ગોંડલ ની સેશન્સ કોર્ટ. 

ગોંડલ શહેરમાં રહેતી યુવતીએ એવી ફરીયાદ લખાવેલ કે આરોપી કેતન હરેશભાઈ વૈષ્ણવ રહે ભગવતપરા, પટેલવાડી, ગોંડલ ના સાથે સંબંધ હોય અને બન્ને વચ્ચે પ્રેમસબંધ થયા પછી અંદાજે બે થી અઢી વર્ષ સાથે રહેતા હતા ત્યારે આરોપી કેતન હરેશભાઈ વૈષ્ણવે યુવતી ને લગ્ન કરવાની લાલચ આપેલ હતી જેને કારણે યુવતી સાથે અનેક વાર શારીરક સબંધ બાંધેલ હતો અને યુવતી ને લગ્ન કરવાનું વચન આપેલ હતુ પરંતુ આરોપી હરેશ વૈષ્ણવે યુવતી નુ શારીરીક શોષણ કરેલ અને લગ્ન કરવાની ના પડતા યુવતી એ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન માં ભારતીય દંડ સહીતા ની ક્લમ ૩૭૬,૪૨૦ તથા એટ્રોસીટી એકટ ની કલમ-૩(૧)(૧૧) મુજબની ફરીયાદ કરી હતી.

ત્યાર બાદ પોલીસે આરોપી કેતન સામે ગંભીર ગુનાનુ ચાર્જશીટ કરવામાં આવેલ અને ઉપરોકત કેસ એટ્રોસીટી એકટ મુજબ તથા. 376 મુજબનુ ચાર્જશીટ દાખલ થયેલ અને સેશન્સ અદાલત માં ઉપરોકત કેમ ચાલતા સરકારી વકીલ ધનશ્યામ ડોબરીયા દ્વારા સરકાર તરફ દસ્તાવે પરાવાઓ રજૂ કરવામાં આવેલ અને ત્યાર બાદ સરકાર તરફે કુલ ૧૯ સાહેબની જુબાની નોંધવામાં આવેલ ડોકટર ની જબાની તથા ભોગબનનાર ની જુબાની તથા તપાસ કરનાર અધિકારીની જુબાની પુરાવા માં ગ્રાહય રાખી અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયાની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપી કેતન હરેશમાઈ વૈષ્ણવને એટ્રોસીટી ના ગુનામાં ૩૭૬ ના ગુનામાં દસ વર્ષ ની સખત કેદની સજા ગોંડલ સેસન્સ સેશન્સ અદાલતે ફરમાવેલ હતી