રાજકોટ/ ગોંડલના દેરડીમાં યુવકનો આપઘાત, વૃક્ષ પર ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન

ગોંડલના દેરડી ગામે વિશાલ પ્રવીણભાઈ પરમાર નામના એક દલિત યુવકે લીમડાંના વૃક્ષ પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

Gujarat Rajkot
ગળેફાંસો
  • ગોંડલના દેરડીમાં યુવકનો આપઘાત
  • વૃક્ષ પર ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
  • વિંઝીવડના વિશાલ પરમારની આત્મહત્યા
  • અગમ્ય કારણોસર યુવકે કરી છે આત્મહત્યા

ગોંડલના દેરડી ગામે વિશાલ પ્રવીણભાઈ પરમાર નામના એક દલિત યુવકે લીમડાંના વૃક્ષ પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ યુવકનો મૃતદેહ દેરડી ગામના  બાદનપુર રોડ પર આવેલા આશ્રમમાં વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક હીરા ઘસવાનું કામ કરતો હતો અને તેણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે, તેનો હજી ખુલાસો થયો નથી. મૃતક વિશાલ પરમાર વિંઝીવડ ગામનો વતની હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. પોલીસ  તપાસમાં આત્મહત્યાના કારણોનો ખુલાસો થશે.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે હીરાઘસુ યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે દેરડી(કુંભાજી) ગામે બાદનપુર રોડ પર આવેલ આશ્રમના બગીચામાં અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર લીમડાના ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને લીમડાના ઝાડ પર લટકતા અજાણ્યા યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો ત્યારે મૃતક યુવક દેરડી(કુંભાજી) ગામે હીરાઘસવાનું કામ કરતો હોવાની સાથે દેરડી(કુંભાજી) નજીકના વિંઝીવડ ગામનો વિશાલ પ્રવિણભાઈ પરમાર ઉંમર.વ.25 નામનો દલિત યુવક હોવાની વિગતો સામે આવી હતી બાદમાં યુવકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં મૃતક યુવકે ક્યા કારણોસર આત્મહત્યા કરી તેમનું હજુ કોઇ ચોક્કસ કારણ પણ જાણવા મળેલ નથી પરંતુ પોલીસ તપાસના અંતે જ આત્મહત્યા અંગેની વિગતો બહાર આવશે.

આ પણ વાંચો :વયોવૃદ્ધને હનીટ્રેપમાં ફસાવાનું કાવતરું, એક મહિલા સહિત 6 આરોપીઓની કરાઈ ધરપકડ

આ પણ વાંચો :વસંતમીલ ચાલમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, પછી થયું એવું કે…

આ પણ વાંચો :ગુજરાતીઓને મળશે રાહત! આગામી ચાર દિવસ તાપમાનમાં વધારો નહિંવત

આ પણ વાંચો :અતાપી વન્ડર લેન્ડમાં 80 ફુટ ઊંચાઈથી પટકાતા ઓપરેટરનું મોત, જાણો સમગ્ર વિગત