મોરબી/ વયોવૃદ્ધને હનીટ્રેપમાં ફસાવાનું કાવતરું, એક મહિલા સહિત 6 આરોપીઓની કરાઈ ધરપકડ

મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા.

Gujarat Others
વયોવૃદ્ધને
  • રવાપર રોડ પર રહેતા વયોવૃદ્ધને છ શખ્સો દ્વારા ફસાવાયા
  •  વૃદ્ધના સ્ત્રી નજીકના ફોટા વાઈરલ કરવાની અપાઈ ઘમકી
  • બદનામ કરવાનો ભય બતાવી એક કરોડની ખંડણી માંગી
  • સમાધાન માટેના 22 લાખ રૂપિયા પણ પડાવી લેવાયા  
  • ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તમામની ધરપકડ કરાઈ  

મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાને બહાને હનીટ્રેપમાં ફસાવી ગોંડલની અને અન્ય એક મહિલા સહિતના કુલ છ શખ્સોએ કાવતરું રચી વૃદ્ધનું અપહરણ કરી લાખો રૂપિયાની રકમ પડાવી લેતા ત્રણેક મહિના જુના બનાવમાં સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તમામ છ આરોપીને પકડી પાડી વધુ તપાસ ચલાવી છે.

મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. ગોંડલના અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા અને તેની પત્ની ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા સહિતના આરોપીઓએ સુવ્યવસ્થિત કાવતરું રચી ફ્લેટ ખરીદવા માટે ટોકન દેવાના બહાને વૃદ્ધને બોલાવ્યા હતા અને ટોળકીના અન્ય સભ્યો આ સમયે અહીં આવી પહોંચ્યા હતા અને અહીં શુ કરો છો કહી ચોટીલાના આરોપી અનિલ ઉર્ફે દેવાએ મોબાઇલ ફોનમાં સ્ત્રી નજીકના વૃદ્ધના ફોટા પાડી આરોપી પ્રશાંતે કમર ઉપર હાથ રાખી આ તારી સગી નહી થાય તેમ કહી ખોપરી ફાડી નાખવાની ગર્ભીત ધમકી આપી ડરાવીને ગાડીની ચાવી, મોબાઇલફોન લઇ વૃદ્ધને ગાડીમાં બેસાડી અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ જતા રસ્તામાં ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાનો ભય બતાવી ડરાવી રૂ. એક કરોડની માંગી જો પૈસા નહી આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઇ જાનથી મારીવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત વૃદ્ધએ મામલની પતાવટ માટે આરોપી દિલીપ કાંતિલાલ મિસ્ત્રીને બોલાવતા આરોપી અંકિત અને પ્રશાંત ઇકો ગાડી લઈને આવ્યા હતા અને 22 લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરી બળજબરીથી 22 લાખ પડાવી લીધા હતા.આ ઉપરાંત આરોપી પ્રશાંત અવાર નવાર વૃદ્ધને સમાધાન માટે રાજકોટ બોલાવવા ફોન કરી ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય આખરે વૃદ્ધએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

જેથી પોલીસે ફરિયાદના આધારે રાજકોટ, વ્યારા, મધ્યપ્રદેશ રાજયના ઓમકારેશ્વર ખાતે ટીમો મોકલી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગર, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ અને ઉષાબેન પટેલને પકડી પાડ્યા છે.

આ પણ વાંચો :વસંતમીલ ચાલમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, પછી થયું એવું કે…

આ પણ વાંચો :ગુજરાતીઓને મળશે રાહત! આગામી ચાર દિવસ તાપમાનમાં વધારો નહિંવત

આ પણ વાંચો :ચીખલી નજીક સુરતના યુવકોને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો : અતાપી વન્ડર લેન્ડમાં 80 ફુટ ઊંચાઈથી પટકાતા ઓપરેટરનું મોત, જાણો સમગ્ર વિગત