BGMI Unbanned/ PUBG પ્રેમીઓ માટે સારા સમાચાર, ફરી આવી રહ્યું છે BGMI, ગેમ પરથી હટ્યો પ્રતિબંધ!

Kraftonની લોકપ્રિય ગેમ BGMI (BGMI unbanned) પર સરકારે ગયા વર્ષે જુલાઈમાં ગોપનીયતા અને સુરક્ષાની ચિંતાઓને કારણે પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે એવા સંકેતો મળી રહ્યા છે કે ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય યુઝર્સ ફરીથી BGMI નો આનંદ માણી શકશે.

Top Stories Tech & Auto
BGMI

જો તમે પણ PUBG ના શોખીન છો તો તમારા માટે સારા સમાચાર છે. Battlegrounds Mobile India ભારતમાં ફરી એક વાર વાપસી કરવા જઈ રહ્યું છે. Kraftonની લોકપ્રિય ગેમ BGMI (BGMI unbanned) પર સરકારે ગયા વર્ષે જુલાઈમાં ગોપનીયતા અને સુરક્ષાની ચિંતાઓને કારણે પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે એવા સંકેતો મળી રહ્યા છે કે ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય યુઝર્સ ફરીથી BGMI નો આનંદ માણી શકશે.

સરકારે 2022માં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી BGMIને હટાવી દીધું હતું. ક્રાફ્ટન દ્વારા પણ ભારતમાં બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાના પરત આવવાની પુષ્ટિ કરવામાં આવી છે. અમે આપને જણાવી દઈએ કે BGMI ગેમ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, તેને કેટલાક ફેરફારો સાથે Krafton દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. માહિતી આપતા, ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનિલ સોહને કહ્યું કે અમે ભારતીય અધિકારીઓના આભારી છીએ જેમણે દેશમાં ફરીથી BGMI લાગુ કરવાની મંજૂરી આપી છે.

BGMI નું પરીક્ષણ 90 દિવસ માટે કરવામાં આવશે

ગેમને લઈને બહાર આવી રહેલા અહેવાલો અનુસાર, સરકારે BGMIને તેને 3 મહિનાના પરીક્ષણ સમયગાળા માટે શરૂ કરવા કહ્યું છે. આ 90 દિવસોમાં સરકાર એ તપાસ કરશે કે એપ ભારતના તમામ નિયમોનું પાલન કરે છે કે નહીં. જો એપમાં કોઈ ખામી જોવા નહીં મળે, તો તે કોઈપણ પ્રતિબંધ વિના યુર્ઝસને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હવે યુઝર્સ 24 કલાક સુધી રમી શકશે નહીં

BGMI ભારત પરત આવી રહ્યું છે પરંતુ આ વખતે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે BGMI આ વખતે ખેલાડીઓ માટે 24×7 ઉપલબ્ધ રહેશે નહીં. આ વખતે તેને રમવા માટે સમય મર્યાદા હોઈ શકે છે. આ સાથે, ડેવલપરે ગેમમાં લોહી જેવા ગ્રાફિક્સને દૂર કરવાનું વચન પણ આપ્યું છે.

આપને જણાવી દઈએ કે BGMI દક્ષિણ કોરિયન ગેમિંગ એપ છે. ભારત સરકારે ગયા વર્ષે 300 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં BGMI પણ સામેલ હતી. BGMI પરથી પ્રતિબંધ હટાવવાના ભારતના નિર્ણયથી દક્ષિણ કોરિયાની આ ગેમિંગ કંપનીને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો:જ્યાં પડ્યો હતો પહેલો પરમાણુ બોમ્બ, જાપનાના એ જ શહેરમાં 66 વર્ષ પછી ભારતીય પીએમનો પ્રવાસ: જાણો શા માટે તે ખાસ છે

આ પણ વાંચો:19 મે 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ જગ્યા પર મોકલવાનો કરો વિચાર

આ પણ વાંચો:શ્રીનગરની G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનો પાકિસ્તાનનો પ્લાન, કરી રહ્યું છે આ રીતે તૈયારીઓ