ભાવનગર/ મનપા દ્વાર પ્રતિબંધિત પ્લાસ્ટિક ફેકટરીમાંથી 5 લાખ કરતા વધુ નો માલ ઝપ્ત

ભાવનગર મનપા દ્વારા  શહેરમાં આવેલા નટરાજ કમ્પાઉન્ડમાં ગીરીશ મુલાની ફેક્ટરીના માલિક દ્વારા બાલાજી પોલીમરની આડમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવવામાં આવતું હતું.

Gujarat Others
મનપા

ભાવનગર મનપા દ્વારા  શહેરમાં આવેલા નટરાજ કમ્પાઉન્ડમાં ગીરીશ મુલાની ફેક્ટરીના માલિક દ્વારા બાલાજી પોલીમરની આડમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવવામાં આવતું હતું.બાતમી આધારે રેડ પાડીને આશરે  3500 કિલ્લો જેવો પાલસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે.સાથે જ ફેકટરીનું લાઈશન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ નહિ કરતા સોલિડ વેસ્ટ વિભાગે બનાવ અંગે પોલ્યુશન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.ભાવનગર મનપા દ્વારા અન્ય જગ્યાઓ પર પણ ગેરકાયદેસર રીતે બનતા પ્લાસ્ટિકના ધંધાઓ પર વોચ ગોઠવી છે.

ભાવનગર મહાનગરપાલિકાની ટીમે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક દ્રાઈવ દરમ્યાન કપરા વિસ્તરમાં પ્રેસ રોડ પર આવેલ કમ્પાઉન્ડ માં બાલાજી પોલીમર્સ નામની ફેકટરી ઝડપી પાંચ લાખ કરતા વધારે નો માલ ઝપ્ત કરવામાં આવ્યો આ કામગીરી મોડીરાત સુધી ચાલી હતી

સોલીડવેસ્ટ વિભાગે ભાવનગર શહેરના પ્રેસ રોડ પર  નટરાજ કમ્પાઉન્ડમાં ગિરીશ  મુલાની ફેક્ટરી માલિક દ્વારા બાલાજી પોલીમર ની આડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. રેડમાં પ્લાસ્ટિકનો અસરે 3500 કિલ્લો જેવો પાલસ્ટિક નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ ફેકટરી નું લાઈશન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ નહિ કરતા સોલિડ વેસ્ટ વિભાગે બનાવ અંગે પોલ્યુશન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે GPCB ના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ફેકટરી મલિક ને નોટિસ ફટકારી છે.

સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણ ગોડાઉન અને ફેકટરી ને સીલ મારી દેવામાં આવ્યા હતા અને પાંત્રીસો કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. મનપાએ ભાવનગરમાં અન્ય જગ્યાએ પણ છુપી રીતે ચાલતા ગેરકાયદેસર પ્લાસ્ટિકના ધંધા પર વોચ ગોઠવી દેવામાં આવી છે.આ કાર્યવાહી માં એન્જીનયર સંજય હરિયાણી અને ડેપ્યુ એન્જીનયર માનસી પટેલ સહિત નો સ્ટાફ જોડાયો હતો.

જ્યારે ફેકટરી માં રિકવરી દરમિયાન ફેકટરી મલિક દ્વારા અન્ય ત્રણ ગોડાઉન ખોવા માં નહોતા આવતા ત્યારે કમિશ્નર એન વી ઉપડ્યાય ની સૂચન થી મોડીરાત્રે ફેકટરી સહિત ત્રણેય ગોડાઉન સિલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ પડ્યા દરોડા

આ પણ વાંચો:BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ, ત્રણ સપ્તાહમાં માંગ્યો જવાબ

આ પણ વાંચો: અમેરિકાથી આ સમાચાર આવતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઈઝમાં 35%નો જોરદાર ઘટાડો, અન્ય કંપનીઓના શેર પણ થયા વેરવિખેર