જેતપુર/ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા બાદ પણ મિલકત પચાવી પાડવાની મળી ધમકીઓ, કંટાળી પ્રૌઢે પીધી ઝેરી દવા

ધંધા માંટે લીધેલા રૂપિયા ચૂકવવા છતાં વારંવાર મિલકત પચાવી પાડવા ધમકીઓ મળતી હતી. મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat
વ્યાજખોરો વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા બાદ પણ મિલકત પચાવી પાડવાની

સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરો ને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુર ખજૂરી ગુંડાળા ગામના રહેવાસી ગોપાલ ભાઈ બુટાણી એ વ્યાજખોરો નાં ત્રાસ ને લઈ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ધંધા માંટે લીધેલા રૂપિયા ચૂકવવા છતાં વારંવાર મિલકત પચાવી પાડવા ધમકીઓ મળતી હતી. મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • વ્યાજ ખોરો નાં ત્રાસથી આપઘાત
  • રૂપિયા ચૂકવવા છતાં ધમકીઓ મળી
  • મહિલા સહિત 12 લોકોનો ત્રાસ
  • સ્યૂસાઈડ નોટનાં આધારે પોલીસમાં ફરિયાદ
  • આપઘાત પહેલાનો વિડિઓ સામે આવ્યો

જેતપુર ખજૂરી ગુંડાળા ગામના રહેવાસી ગોપાલ ભાઈ બુટાણીએ વ્યાજખોરોનાં ત્રાસને લઈ જેતપુર ભોજાધાર વિસ્તારમાં આવેલ ખુલા ઝાડીઑ વાળા પ્લોટમાં ઝેરી દવા પીધી હતી. મૃતકની સ્યૂસાઈડ નોટનાં આધારે ગુનો દાખલ  કરવામાં આવ્યો છે. ધંધા માટે લીધેલા રૂપિયા ચૂકવવા છતાં વારંવાર મિલકત પચાવી પાડવા ધમકાવતા હોવાની અગાઉ પોલીસને અરજી પણ આપી હતી.

મૃતકે આપઘાત પહેલા પોતાના મોબાઈલનો વીડિયો સામે આવ્યો. વ્યાજખોરો સામે સકંજો કસવાના સરકારના કાયદાઓની પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળાં આધેડે રૂપિયા વ્યાજે લીધાં હતા જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

IMG 20220202 WA1005 વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા બાદ પણ મિલકત પચાવી પાડવાની મળી ધમકીઓ, કંટાળી પ્રૌઢે પીધી ઝેરી દવા

જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામના વેપારી પ્રૌઢે આપઘાત કરી લેતા તેમને મરવા મજબૂર કરવા સબબ સ્યૂસાઈડ નોટનાં આધારે પોલીસમાં ફરિયાદ નોંધાતા જેતપુર શહેર તેમજ તાલુકા પંથકમાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામમાં રહેતા અને જેતપુરમાં ગોપાલભાઈ બુટાણી એ તારીખ 1 ના રોજ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલા કારખાના પાસે ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણીના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં જેતપુરના મહિલા અગ્રણી સહિત 12 શખ્સો પાસેથી રૂપિયા લીધા બાદ તમામને ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપી ત્રાસ દેતા હોવાથી અને બળજબરીથી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવા પ્રયાસ થતા હોવાથી કંટાળીને આપઘાત કર્યાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. તેમજ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો.અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બધાને રૂપિયા આપી દીધા છતાં ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેમજ મૃતક તેમના પુત્ર રોનકને કહ્યું હતું કે આ લોકોને છોડતો નહીં.

સ્યૂસાઈડ નોટના આધારે જેતપુર સિટી પોલીસ મથકના પી.આઇ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે મૃતક ગોપાલભાઇ બુટાણીના પુત્ર રોનક બુટાણીની ફરિયાદ પરથી મહિલા સહિત ૧૨ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

મૃતક ગોપાલભાઇ બુટાણીએ ધંધામાં પૈસાની જરૂર પડતા એક મહિલા અગ્રણી પાસેથી એક લાખ લીધા હતા તે રકમ તેમને ચુકવી દીધી હતી. મુન્નો અને રાજુભાઇ પાસેથી બે લાખ લીધા હતા તે આપી દીધા હોવા છતા અડતાલીસ લાખની માગણી કરી જમીન લખી આપવા ધમકી આપતા હતા.  જયરાજ પાસેથી 3 લાખ લીધા હતા. તે પેટે જયરાજ બે લાખ આપી દીધા હતા તેમ છતાં ગાડીની બુક ન આપી વધુ ચાર લાખની માગણી કરી હતી. મનુભાઇ પાસેથી લીધેલી રકમ આપી દીધી હોવા છતાં તેનો ભાઇ કિશોરે ટ્રેકટર પડાવી લીધું હતું. હિતેશ પરબત પાસેથી લીધેલી રકમ પરત કરી દીધી હતી તેમ છતાં જમીનનું સાટાખત રદ ન કરી રસ્તામાં ઉભા રાખી ધમકી આપતા આ તમામ આરોપીઓએ આશરે એકાદ વર્ષથી ત્રાસ આપીને મરવા મજબૂર કરવા સબબ આઈપીસી કલમ 306, 506, 114 મુજબ ગુનો નોંધી તમામની ધરપકડની તજવીજ પોલીસે હાથ ધરી છે. વધુમાં આ ગુનામાં ગંભીર બાબત એ છે કે મૃતકે તેમને અપાતા ત્રાસ અંગે અગાઉ અરજી પણ કરી હતી ત્યારે એએસપીનાં જણાવ્યા અનુસાર ગોપાલ ભાઈ ને બોલાવેલ તપાસ અર્થ પણ આવેલ નહીં

વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ

વસંત પંચમી / વસંત પંચમી પર કામદેવની પૂજા શા માટે કરવામાં આવે છે ? કારણ જાણીને લાગશે નવાઈ

Life Management / એક વિકલાંગ રાજાનું સુંદર ચિત્ર બનવાનું હતું, ત્યારે એક ચિત્રકારે એવું કર્યું કે બધાને આશ્ચર્ય થયું