Not Set/ જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

  જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે, વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવીને પોતાનો રોફ દેખાડી રહ્યા છે અને આવા ઇસમોથી સ્થાનિકો તો કંટાળ્યા જ છે જોડે સ્થાનિક પોલીસ પણ એટલીજ કંટાળી ગઈ છે. જેથી પોલીસે આવા ગુંડાઓને કાયદાનું ભાન કરાવવા માટે એક્શન મોડ અપનાવી લીધું છે. જેમાં જુહાપુરામાં […]

Ahmedabad Gujarat
IMG 20210605 WA0015 1 જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

 

જુહાપુરામાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે, વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવીને પોતાનો રોફ દેખાડી રહ્યા છે અને આવા ઇસમોથી સ્થાનિકો તો કંટાળ્યા જ છે જોડે સ્થાનિક પોલીસ પણ એટલીજ કંટાળી ગઈ છે. જેથી પોલીસે આવા ગુંડાઓને કાયદાનું ભાન કરાવવા માટે એક્શન મોડ અપનાવી લીધું છે.

IMG 20210605 WA0015 જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

જેમાં જુહાપુરામાં કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાણ રાખતા અને ગુજસીટોકનાં ગુનામાં ભાગેડુ આરોપી બકુ ખાન ઉર્ફે બક સૈયદની સામે અમદાવાદ પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે.

IMG 20210605 WA0014 જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી હથોડા ઝીંકાયા, ગુનેગારોમાં ભારે ફફડાટ

જેનું નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપતા અને પોતાની આગવી કામગીરીથી ટુંક સમયમાં લોકચાહના મેળવનાર ઝોન – ૭ નાં ડીસીપી  પ્રેમસુખ ડેલુ પોતે હાજર રહીને જુહાપુરા નાં ફતેહવાડી વિસ્તારમાં આવેલી કુખ્યાત બકુ ખાનની ૭ દુકાન તેમજ ઘર ઉપર AMC ની સાથે સયુંક્ત રીતે ડીમોલેશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આજે બકુ ખાનની લોકોને ધાક ધમકી, ડરથી મેળવેલી કરોડો રૂપિયાની મિલ્કત ઉપર બુલ્ડોઝર ફરી વળ્યુ છે.