જાહેરાત/ મહારાષ્ટ્ર સરકારની જાહેરાત કોરોના મુક્ત ગામ બનાવો અને જીતો લાખોના ઇનામ

મહારાષ્ટ્ર સરકારની જાહેરાત કોરોના મુક્ત ગામ

India
maharashtra મહારાષ્ટ્ર સરકારની જાહેરાત કોરોના મુક્ત ગામ બનાવો અને જીતો લાખોના ઇનામ

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે પરતું હવે કોરોનાના નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાને સૈાથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત થયો હતો . કોરોનાના લીધે આ રાજ્યમાં મોત વધુ થઇ રહી છે. હવે નવા કેસો અને મોતના આંકડા ઘટી રહ્યા છે પરતું હજીપણ સ્થિતિ જોઇએ તેવી નથી ત્યારે મહારાષ્ટ્ર સરકારે કોરોનાને હરાવવા માટે નવો કિમીયો આપનાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ‘કોરોના મુક્ત ગામ’ સ્પર્ધાની જાહેરાત કરી છે. તેના દરેક મહેસૂલ ક્ષેત્રમાંથી કોવિડ -19 મેનેજમેન્ટ અંગે સારું કામ કરનાર ત્રણ ગ્રામ પંચાયતોને એવોર્ડ આપવામાં આવશે. પ્રથમ ઇનામ રૂ. 50 લાખ, બીજું 25 લાખ રૂપિયા અને ત્રીજું 15 લાખ રૂપિયા હશે.

 તાજેતરમાં કેટલાક ગામો દ્વારા કોરોના રોકવા માટે સારી કામગીરી કરવામાં આવી હકી અને તેમના  પ્રયાસોની મુખ્યમંત્રી ઠાકરેએ પ્રશંસા પણ  કરી હતી અને ‘મારુે ગામ કોરોના મુક્તની જાહેરાત કરી હતી.રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશરિફે કહ્યું કે ‘કોરોના મુકત ગામની સ્પર્ધા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવી છે આ સ્પર્ધા અંતર્ગત દરેક મહેસૂલ વિભાગમાં કોવિડ -19  સારી કામગીરી બજાવતા ત્રણ ગ્રામ પંચાયતોને ઇનામ આપવામાં આવશે.સ્પર્ધાના વિજેતાને મોટી રકમ એનાયત કરવામાં આવશે