surat school/ સરકારી શાળાઓમાં બાળકો રામ ભરોસે, શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં નથી ફાયર સેફટી

શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં નથી.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 2024 05 28T154408.483 સરકારી શાળાઓમાં બાળકો રામ ભરોસે, શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં નથી ફાયર સેફટી

સુરત : શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં નથી. બીજા શબ્દોમાં કહીએ તો શાળાઓમાં સેફ્ટીના સાધનો નામ પૂરતા છે. તેઓ યોગ્ય કામગીરી કરતા નથી. કેટલાક સાધનો એક્સપાયર થયા હોવા છતાં તેને ફરીથી ઇન્સ્ટોલ કરાયા નથી. કહી શકીએ ખરા કે સુરતમાં સરકારી શાળામાં બાળકોના જીવ રામ ભરોસે છે.

રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને અનેક મહત્વના સ્થાનો પર સુરક્ષાને લઈને ચકાસણી હાથ ધરાઈ છે. ગેમઝોન દુર્ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં હોસ્પિટલ અને ગેમઝોન સહિત મહત્વના સ્થાનોની સુરક્ષાને લઈને પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્યમાં ઠેર ઠેર હાથ ધરાયેલ ચકાસણીમાં સામે આવ્યું કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં નોટિસ મોકલવા છતાં NOC નથી. તેમજ સુરત શહેરની શાળાઓની NOC પણ કરાવવામાં આવી નથી. આ મામલે પ્રાથમિક શિક્ષણ મંડળે પત્ર લખી કમિશનરને રજૂઆત કરી અને યોગ્ય પગલા લેવા વિનંત કરી. આર્થિક રીતે પછાત બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવતી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી શાળાઓને મળતી સુવિધા અને સવલતથી વંચિત છે.

સરકારી શાળાઓમાં ફાયર સેફટીની જવાબદારી શિક્ષક અને આચાર્યના માથે થોપે દેવામાં આવી છે. આ મામલે કહેવાયું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યોજના ધોરણે અતિ મહત્વની કામગીરી કરવી જરૂરી છે. અગાઉ પણ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બનવા પામ્યો હતો. એ સમયે પણ મોટો ઉહાપોહ મચ્યા હતો. પરંતુ ઉહાપોહ મચાવના તંત્રમાં કામ કરતા નાના અને વફાદાર સૈનિકોએ તંત્રને બચાવવા અનેક પ્રયાસ કર્યા હતા. આ મામલે વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. માત્ર પત્ર લખી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે.  તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષ બાદ રજૂઆત સુરક્ષા મામલે રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ દુર્ઘટના બાદ ફરી શિક્ષણ સમિતિ પ્રાથમિક સંઘ દ્વારા કામગીરી કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સમગ્ર સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 358 શાળાઓ છે. અને આ શાળાઓમાં  1લાખ 70 હજાર જેટલા બાળકો સમિતિની શાળામાં અભ્યાસ કરે છે. ત્યારે બાળકોની સુરક્ષાનો મામલો શાળાકીય સંસ્થાનો બને છે. છતાં પણ શાળાઓ આ મામલે નિશ્ચિત પગલા લઈ રહી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી