Not Set/ રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોનાં કામનાં કલાકો વધારવા મામલે લીધો U-Turn..

પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન, 8 કલાકનો સમય કરવાના પરિપત્ર રદ કર્યો છે. શિક્ષણ વિભાગ નો નવો પરિપત્ર રદશિક્ષકોનાં વિરોધ બાદ નવો નિર્ણય..

Top Stories Gujarat Others
1 161 રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોનાં કામનાં કલાકો વધારવા મામલે લીધો U-Turn..
  • પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..
  • આઠ કલાકનો સમય કરવાના પરિપત્ર કર્યો રદ
  • શિક્ષણ વિભાગ નો નવો પરિપત્ર રદ
  • શિક્ષકોના વિરોધ બાદ નવો નિર્ણય
  • પહેલાના કલાકોની માફક જ શિક્ષકો કામ કરી શકશે

ગુજરાત સરકારે શિક્ષકોનાં કામનાં કલાકો વધારવા મામલે હવે યુ ટર્ન લઇ લીધો છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે મોટો નિર્ણય લઈને રાજ્યની પ્રાથમિક શાળાનાં શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દીધો છે. શિક્ષકોનાં વિરોધને જોતા શિક્ષણ વિભાગ દ્વારા આ સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – West Bengal BJP leader / પશ્ચિમ બંગાળ ભાજપના સાંસદના ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યા, ટીએમસી પર આરોપો

આપને જણાવી દઇએ કે, પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલો પરિપત્ર રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. તેના 24 કલાકમાં જ શિક્ષણ મંત્રીએ પીછેહઠ કરવી પડી છે. જણાવી દઇએ કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘શિક્ષકો માટે હાજરીનો સમય હવેથી જૂનો જ સમય યથાવત રહેશે.’ ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. જે મુજબ શિક્ષકોને RTE નાં નિયમ અનુસાર દિવસનાં 8 કલાક અને અઠવાડિયાનાં 45 કલાક કામગીરી કરવાની રહેશે. એવો રાજ્યનાં અનેક જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી પ્રાથમિક સ્કૂલોને આદેશ કર્યો હતો. જો કે આ આદેશ સામે શિક્ષકોમાં વિરોધ ફાટી નિકળ્યો હતો. શિક્ષકોએ આ પરિપત્ર રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી પણ  મંગળવારે જ  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોનાં કામનાં 8 કલાક ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જો કે માત્ર 24 કલાકમાં જ શિક્ષણ  મંત્રીએ પીછેહઠ કરીને આ નિર્ણય રદ કરવો પડ્યો છે.

આ પણ વાંચો – IT વિભાગ ત્રાટક્યું / અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, 30થી વધુ સ્થળોએ પડાયેલા દરોડાથી રિયલ એસ્ટેટ લોબીમાં પડયો સોપો

ઉલ્લેખનીય છે કે, દેશનાં વિવિધ રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. સાથે તેની આડઅસર પણ દેખાવા લાગી છે. જો કે આ મામલે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સતત સુધરી રહી છે, જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે અને જે અંતર્ગત કોલેજો અને ધો.12 ની શાળાઓ ઓફલાઈન શરૃ કરાયા બાદ ધો.9થી11 ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવામા આવી હતી. શાળાઓ માટે તકેદારીનાં ભાગરૂપે જાહેર કરાયેલી શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિ બાદ જ બોલાવવાના રહેશે.