Not Set/ ભારત સરકારે શા માટે એલન મસ્કની કંપની સ્ટારલિંક સર્વિસની ઇન્ટરનેટ સેવા લેવાની ના પાડી?

વાસ્તવમાં, કંપનીને હજુ સુધી દેશમાં તેનું લાઇસન્સ મળ્યું નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગે એલોન મસ્કની કંપનીને “સેટેલાઇટ-આધારિત સેવાઓ ઓફર કરતા પહેલા લાઇસન્સ મેળવવા જણાવ્યું છે.

Top Stories World
સ્ટારલિંક સર્વિસ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને સ્પેસએક્સના માલિકે ભારતમાં તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરુ  કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ માટે સબસ્ક્રીપ્શન્સ  લેવાના પણ  શરૂ કરી દીધા છે પરંતુ  ભારત સરકારે એલન મસ્કની કંપની “સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ” ની સેવાઓ ન ખરીદવાની ચેતવણી આપી છે.  વાસ્તવમાં, કંપનીને હજુ સુધી દેશમાં તેનું લાઇસન્સ મળ્યું નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગે એલોન મસ્કની કંપનીને “સેટેલાઇટ-આધારિત સેવાઓ ઓફર કરતા પહેલા લાઇસન્સ મેળવવા જણાવ્યું છે. સરકારે જણાવ્યું હતું કે , સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ પાસે ભારતમાં સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવાઓ શરુ કરવાનું લાયસન્સ નથી.

સરકારને એવું જાણવા પણ મળ્યું છે કે,  મેસર્સ સ્ટારલિંકે ભારતમાં સેટેલાઇટ આધારિત સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાઓનું પ્રી-સેલિંગ/બુકિંગ શરૂ કર્યું છે. અને આ તેમની વેબસાઈટ સ્ટારલિંક (www.starlink.com) ની વેબસાઈટ પરથી પણ સ્પષ્ટ થાય છે, જેમાં ભારતનાયુઝર્સ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓને બુક કરી શકે છે.

ભારતમાં સેટેલાઇટ આધારિત સેવાઓ પૂરી પાડવા માટે સ્ટારલિંકને દૂરસંચાર વિભાગમાંથી ‘જરૂરી લાઇસન્સ’ મેળવવું જરૂરી  છે. સરકારે નાગરિકોને ચેતવણી પણ આપી છે. સરકારે કહ્યું છે કે, ‘લોકોને જાણ કરવામાં આવે છે કે, સ્ટાર લિંક ઇન્ટરનેટ સર્વિસ પાસે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે લાયસન્સ નથી. સ્ટારલિંક લાયસન્સ ધરાવતી નથી તે ધ્યાનમાં રાખીને, જનતાને જાહેરાતમાં ઉલ્લેખિત સ્ટારલિંક સેવાઓમાં સબ્સ્ક્રાઇબ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

સરકારે કંપનીને સેટેલાઇટ-આધારિત સંચાર સેવાઓ પ્રદાન કરવા માટે ભારતીય નિયમનકારી માળખાનું પાલન કરવા અને “ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી બુક ન કરવા” કહ્યું છે.

નોંધનીય છે કે ભૂતકાળમાં સ્ટારલિંક ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાને લઈને ઘણો ઉત્સાહ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં પ્રી-ઓર્ડર બુકિંગનો આંકડો 5000ને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે ઈલોન મસ્કની કંપની 2022ના અંત સુધીમાં દેશમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માંગે છે.