લો..કરો વાત../ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું

ગુજરાત સરકારે બહુમતીના જોરે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાવીને  મજબૂતાઇ સાથે આગળ વધ્યા હતા. પરંતુ આગળ વધવાની તેમની નીતિ લાંબી ચાલી શકી નહી

Top Stories Gujarat
1 82 રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું
  • રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે
  • રાજ્યપાલે બિલ પરત મોકલાયુ
  • વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે
  • રખડતા ઢોર નિયંત્રણ બિલ પર રાજ્યપાલે સહી ન કરતાં તેણે પુનઃવિચારણા માટે મોકલ્યું 
  • વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે તે નક્કી

ગુજરાત સરકારે બહુમતીના જોરે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાવીને  મજબૂતાઇ સાથે આગળ વધ્યા હતા. પરંતુ આગળ વધવાની તેમની નીતિ લાંબી ચાલી શકી નહી. માલધારી સમાજના વિરોધના પગલે હવે સરકારને પીછેહઠ કરવાની કરજ પડી છે. રાજ્યમાં માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે રાજ્યના રાજ્યપાલે બિલ પરત મોકલ્યુ છે. રાજ્યપાલની મજુરી માટે મોકલવામાં આવેલ બિલ પુનઃ વિચારણા માટે મોકલાયું છે. જો કે આ સાથે એક આશા સેવાઇ રહી છે કે સરકાર સત્રમા બિલ પાછુ લઇ શકે છે.

ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણી કોઇ પણ જાતીની આંખમાં આવવા માંગતી નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ વારંવાર પોતાના કાર્યક્રમોમાં રખડતા ઢોરને લઈ જે તે શહેરના મેયરો ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા પણ હવે તેઓ પણ પાણીમાં બેસી ગયા છે. અને સરકાર કાયદો પાછો ખેંચે તેવી માગણી કરી રહ્યા છે. ત્યાં જ આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ રખડતા ઢોર નિયંત્રણ કાયદાનું બિલ પરત મોકલ્યુ છે. રાજ્યપાલની મજુરી માટે મોકલવામાં આવેલું બિલ પુનઃ વિચારણા માટે મોકલાયું છે.

ઉલ્લેખનિય છે કે, ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર પુનઃવિચાર કરવા માટે મજબૂર બની છે. માટે એમ લાગી રહ્યું છે કે  હવે ગમે ત્યારે આ કાયદો પાછો ખેંચાઈ શકે છે.  અમદાવાદ સહીત મહાનગરોથી લઈ અન્ય પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ચૂક્યો હતો ત્યારે રાજ્ય સરકારે બજેટ સત્રના છેલ્લા દિવસે બહુમતીના જોરે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો. પરંતુ હવે ટાઇ-ટાઇ ફ્યુસ થઇ ગયું છે.

માલધારી સમાજે લાઇસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરાંત એફઆઈઆર પણ નોંધવાની જોગવાઇ કરવામાં આવી હતી. જો કે, રાજ્યભરમાં આ કાયદાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો અને ઠેર ઠેર વિરોધ શરૂ થયો હતો. હવે જોવાનું એ રહ્યું કે સરકારની આગળની રણનીતી કેવી રહે છે.