Jamnagar/ તા.17 માર્ચના રોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખની વરણી થશે

જિલ્લા પંચાયતનો હોદો બિન અનામત જાહેર થતાં પ્રમુખ બનવા ચૂટાયેલા સદસ્યોની દોડધામ
જામનગર ભાજપમાં પ્રમુખ/ઉપપ્રમુખ કોણ બનશે તેની ચર્ચાએ જોરપકડ્યું

Ahmedabad Gujarat Others
vlcsnap 2021 03 08 23h38m34s649 તા.17 માર્ચના રોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખની વરણી થશે

સ્થાનિક સ્વરાજની ચુટણી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગગામે 17 મી માર્ચના રોજ વરણી કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે ચૂટાયેલા સભ્યો પોતાની લાગવગનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આગામી 17 માર્ચના રોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્થાનિક સ્વરાજને ચૂટણી પુર્ણ થયા બાદ નગર પાલિકા તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોણ બનશે? તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આગામી 17 મી માર્ચના રોજ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની શક્યતાઑ સેવાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે.  જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખની ટમ બીનઅનામત જાહેર કરવામાં આવતા. આગામી તારીખ 17 માર્ચના રોજ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે. જામનગર જિલ્લા પંચાયતમાં કોણ પ્રમુખ બનશે તે થોડાક દિવસોમાં ખબર પડી જશે.