Not Set/ શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર પાઠવી નશ્વર દેહની અંતિમ ક્રિયા કરાઈ, આખું ગામ હિબકે ચઢ્યું

શહીદ જવાનજસવંત સિંહ રાઠોડના દેહને બીએસએફ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ યાત્રા નીકળતા ગ્રામજનોની આંખો પણ ભરાઈ આવી હતી. 

Gujarat Others
chanakya 4 શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર પાઠવી નશ્વર દેહની અંતિમ ક્રિયા કરાઈ, આખું ગામ હિબકે ચઢ્યું

બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામના રિટાયર્ડ જવાન જવાનસિંહ રાઠોડના પુત્ર જસવંત સિંહ રાઠોડ મા ભોમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ પર હતા અને ફરજ દરમ્યાન તેઓ બે દિવસ અગાઉ શહીદ થયાં હતાં.જેને લઇ સમગ્ર ગામ છેલ્લા બે દિવસથી શોકમગ્ન હતું. ત્યારે આજે તેમના નશ્વર દેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહીદ જવાનજસવંત સિંહ રાઠોડના દેહને બીએસએફ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ યાત્રા નીકળતા ગ્રામજનોની આંખો પણ ભરાઈ આવી હતી.

chanakya 3 શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર પાઠવી નશ્વર દેહની અંતિમ ક્રિયા કરાઈ, આખું ગામ હિબકે ચઢ્યું

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામના જસવંત સિંહ જવાનજી રાઠોડ વર્ષ ૨૦૧૧ માં બેંગ્લોર ખાતે ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ૩ વર્ષ ફરજ બજાવી જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ કાશ્મીરના પીંછવાડામાં 17 રાષ્ટ્રીય રાયફળ બટાલિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. કાશ્મીર ના પીંછવાડા ગામે ફરજ બજાવતા જવાન નું ભેખડ ઘસી પડતા શહીદ થયો હતો. જો કે શનિવારે મોડી રાત્રે ફરજ દરમિયાન શહીદ થયાના સમાચાર મળતાં જ પરિવાર સહિત સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. જોકે બે દિવસ બાદ એટલે કે આજે તેમના નશ્વર દેહ માદરે વતન લવાતા વહેલી સવારથી જ મેમદપુર ગામ સહિત આસપાસના ગામના લોકો નશ્વર દેહનાં દર્શન અર્થે ઉમટી પડયા હતા. જ્યાં શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર પાઠવી નશ્વર દેહની અંતિમ ક્રિયા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, શહીદ જવાન જસવંત સિંહના પરિવારમાં તેમના પિતા સહિત તેમના બંન્ને ભાઇ મા ભોમની રક્ષા કાજે સરહદ પર ફરજ બજાવી રહ્યા છે. તો સાથે ગામના પણ ૧૩૦થી વધુ જવાનો સરહદ પર ફરજ બજાવી રહ્યા છે.ત્યારે ગામમાં પ્રથમ વખત જવાન શહીદ થવાના બનાવને લઇ સમગ્ર ગ્રામજનોમાં ગમગીની જોવા મળી હતી. દેશભક્તિના ગીતો સાથે શહીદ જવાનની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.  3 થી 4 હજાર લોકો શહીદ જવાનની અંતિમ યાત્રા માં  જોડાયા હતા.