Himalaya/ ચારધામની કઠિન પરંતુ સલામત યાત્રા માટે માર્ગદર્શિકા જાહેર

ઉચ્ચ ઊઁચાઈ ગંભીર તબીબી સમસ્યાઓનું કારણ બની શકે છે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 07 03T191046.051 ચારધામની કઠિન પરંતુ સલામત યાત્રા માટે માર્ગદર્શિકા જાહેર

Ahmedabad News ; ચારધામ યાત્રાના તીર્થસ્થાનો હિમાલયના પ્રદેશોમાં આવેલા છે. જેની ઉંચાઈ સમુદ્દરની સપાટીથી 2700 મીટરની વધુની છે. જ્યાં અતિશય ઠંડી, ઓછો ભેજ, અત્યંય અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ, હવાનું નીચુ દબાણ અને ઓછા એક્સિજનને કારણે પ્રવાસીઓ પ્રભાવિત થઈ શકે છે. આથી તમામ યાત્રીઓની સરળ અને સલામત યાત્રા માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

જે મુજબ યાત્રાળુઓને તેમની મુસાફરી પહેલા તબીબી અને ટ્રેકની તૈયારીની ખાતરી કરી લેવી જોઈએ. ખૂબ ઉંચાઈ સમસ્યાનું કારણ બની શકે છે. જેના માટે આયોજન કરવું, પેક કરવું અને તૈયાકર કરવું મહત્વપૂર્ણ છે.

તે સિવાય ઓછામાં ઓછુ સાત દિવસનું આયોજન કરો અને અનુકુળ થવા માટે સમય આપો. વારંવાર વિરામની યોજના બનાવો, ટ્રેકના દર કવાકે અથવા ઓટોમોબાઈલ ચઢવાના  દર બે કલાકે 5થી 10 મિનીટ વિરામ લો. દરરોજ 10 મિનીટ શ્વાસ લેવાની કસરત કરો અને દરરોજ 10થી 20 મિનીટ ચાલવું. જો 50 વર્ષથી વધુ ઉંમરના હોય અથવા હ્દય રોદ કે અસ્થમા, હાયપરટેન્શન અને ડાયાબિટીશ ધરાવતો ઈતિહાસ હોય તો સફર માટે ફિટનેસ સુનિશ્ચિત કરવા માટે આરોગ્યની તપાસ કરાવો.

તે સિવાય ગરમ કપડા, વુલન સ્વેટર, થર્મલ્સ, પફર જેકેટ્સ, મોજા, રેઈન ગિયર, રેઈનકોટ અને છત્રી સાથે રાખો. ઉપરાંત મુળભૂત આરોગ્ય તપાસના સાધનો, પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર સાથે રાખો અને ઘરના ડોક્ટરનો સંપર્ક નંબર સાથે રાખો.

તે સિવાય મુસાફરી પહેલા હવામાન અહેવાલ તપાસો અને ખાતરી કરો કે તમારી પાસે અત્યંત ઠંડા તાપમાનમાં વ્યવસ્થા કરવા માટે પુરતા ગરમ કપડા છે. ડોક્ટર તેની વિરૂધ્ધ સલાહ આપે તો યાત્રા ન કરો.

  • સ્વસ્થ અને સફળ યાત્રા તમારી સુવિધા માટે યાત્રા રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવેલા સંદેશાવ્યવહારનો સંદર્ભ લો અને તમામ માર્ગદર્શિકાનું કાળજીપૂર્વક પાલન કરો.

યાત્રાળુઓની સેવા માટે આયોજિત વિવિધ આરોગ્ય ટચ પોઇન્ટ્સના નકશાનો સંદર્ભ લો.

  • તબીબી રાહત પોસ્ટ્સ
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો • સામુદાયિક આરોગ્ય કેન્દ્રો
  • જિલ્લા હોસ્પિટલો

જો તમે અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યો નીચે આપેલા લક્ષણોમાંથી કોઈપણ અનુભવી રહ્યા હોયર તો કૃપા કરીને તાત્કાલિક નજીકના આરોગ્ય સેવા ટચપોઇન્ટનો સંપર્ક કરી ઝડપી પગલાં તમારા જીવનને બચાવી શકે છે?

  • છાતીમાં દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ બોલવામાં મુશ્કેલીય
  • સતત ખાંસી

– ચક્કર દિશાહિનતા ચાલવામાં મુશ્કેલીટ

– બહલી ઠંડી ત્વચા

  • શરીરની એક બાજુમાં નબળાઈન્સુન્નતા

ઉચ્ચ ઊઁચાઈ ગંભીર તબીબી સમસ્યાઓનું કારણ બની શકે છે. એક મિનિટની સાવધાની તમારા જીવનને બચાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો