Not Set/ ગુજરાત/ બે વર્ષમાં ૧૪ દિપડાના મોત,  જયારે દીપડાના હુમલામાં ૭૧ માનવી ઘાયલ

અમરેલી-જૂનાગઢમાં દિપડાના સૌથી વધારે હુમલા થયા હોવાથી સૌથી આ વિસ્તારમાં દીપડાનો સૌથી વધુ ખૌફ રહે છે. અત્યાર સુધી ૪૩૫ દિપડા પકડાઈ ચુક્યા દીપડાના હુમલામાં ૭૧ લોકો ઘવાયા છે, જેમાંથી ૧૪ લોકોના મોત વિધાનસભા ગૃહમાં દિપડાઓ દ્વારા થઈ રહેલા હુમલા અને મોત મામલે મહત્વના ખુલાસા સામે આવ્યા છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી […]

Gujarat Others
army 7 ગુજરાત/ બે વર્ષમાં ૧૪ દિપડાના મોત,  જયારે દીપડાના હુમલામાં ૭૧ માનવી ઘાયલ

અમરેલી-જૂનાગઢમાં દિપડાના સૌથી વધારે હુમલા થયા હોવાથી સૌથી આ વિસ્તારમાં દીપડાનો સૌથી વધુ ખૌફ રહે છે.

અત્યાર સુધી ૪૩૫ દિપડા પકડાઈ ચુક્યા

દીપડાના હુમલામાં ૭૧ લોકો ઘવાયા છે, જેમાંથી ૧૪ લોકોના મોત

વિધાનસભા ગૃહમાં દિપડાઓ દ્વારા થઈ રહેલા હુમલા અને મોત મામલે મહત્વના ખુલાસા સામે આવ્યા છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, છેલ્લા બે વર્ષમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં દીપડાના હુમલામાં ૭૧ લોકો ઘવાયા છે, જેમાંથી ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે ૪૩૫ દિપડાઓને પકડવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢમાં છેલ્લા બે વર્ષમાં દિપડાઓ દ્વારા ૩૭ હુમલા થયા છે.

dipado1 ગુજરાત/ બે વર્ષમાં ૧૪ દિપડાના મોત,  જયારે દીપડાના હુમલામાં ૭૧ માનવી ઘાયલ

જેમાં ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અમરેલીમાં થયેલા ૪૩ હુમલામાં ૮ લોકોના મોત થયા છે. આમ, સમગ્ર રાજયમાં અમરેલી -જૂનાગઢમાં દિપડાનો સૌથી વધુ આંતક છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૫ દિવસથી અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં દિપડાઓનો ખૌફ વધી રહ્યો છે.

dipado1.jpg2 ગુજરાત/ બે વર્ષમાં ૧૪ દિપડાના મોત,  જયારે દીપડાના હુમલામાં ૭૧ માનવી ઘાયલ

ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દિપડાના હુમલામાં નોંધનીય વધારો થયો છે, માત્ર એટલું જ નહીં દિપડાએ છેલ્લા અઠવાડીયામાં બે લોકોને ફાડી ખાતા અને ત્રણ વ્યકિતઓ પર હુમલો થતાં સમગ્ર વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો દિપડાના હુમલાઓથી ભયભીત છે. સરકારે પણ દેખો ત્યાં ઠારના આદેશ આપી દીધો છે.

dipado1 ગુજરાત/ બે વર્ષમાં ૧૪ દિપડાના મોત,  જયારે દીપડાના હુમલામાં ૭૧ માનવી ઘાયલ
mantavyanews.com

ઠેર ઠેર પાંજરા મુકવામાં આવ્યા છે. અને ડ્રોન દ્વારા પણ દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે ધારાસભ્ય હર્ષદ રિબડીયા, સામાજિક આગેવાનો અને વન વિભાગ દીપડાને શોધવા માટે દોડધામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.