Not Set/ નાસ્તાની લારી પર કરંટ લાગતા 3 યુવાનોના મોત

સુરત, સુરતમાં એક કરૂણ બનાવમાં કરંટ લાગતા 3 યુવાનોના મોત થયા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી કૈલાસ રેસીડન્સી પાસે આવેલી નાસ્તાની લારી પર મોડી રાતે કરંટ લાગતા આ યુવાનો મોતને ભેટ્યા હતા. નાસ્તાની લારી બંધ કરતી વખતે સફાઈ દરમિયાન કરંટ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પોલિસના જણાવ્યા પ્રમાણે, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૈલાસ રેસીડન્સીમાં […]

Gujarat
srt death નાસ્તાની લારી પર કરંટ લાગતા 3 યુવાનોના મોત

સુરત,

સુરતમાં એક કરૂણ બનાવમાં કરંટ લાગતા 3 યુવાનોના મોત થયા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી કૈલાસ રેસીડન્સી પાસે આવેલી નાસ્તાની લારી પર મોડી રાતે કરંટ લાગતા આ યુવાનો મોતને ભેટ્યા હતા. નાસ્તાની લારી બંધ કરતી વખતે સફાઈ દરમિયાન કરંટ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

પોલિસના જણાવ્યા પ્રમાણે, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૈલાસ રેસીડન્સીમાં મોડીરાતે 12 કલાકે નાસ્તાની લારી પર કરંટ લાગતા ત્રણની લાશ પડી હતી. શિવાગણેશ રાવત અને રાજુ જાટ નામના ત્રણ ઇસમો ઉમિયા પાંઉભાજીની લારી પર કામ કરતા હતા. મોડીરાતે લારી બંધ કરતી વખતે સફાઈનું કામ ચાલતું હતું. આ દરમિયાન અચાનક કરંટ લાગતા ત્રણ યુવાનોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. આ યુવાનોના મોત અંગે 108 ઇમરજન્સી સેવાને પણ જાણ કરવામાં આવી હતી.