Not Set/ રાજકોટમાં ૧૪ વર્ષના બાળકે મોતને કર્યું વહાલું.

રાજકોટમાં એક ૧૪ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સંતકબીર રોડ પર રહેતો આ બાળક મોબાઇલ પર ગેમ રમતો હતો. આ દરમિયાન પિતાએ બાળકને ઠપકો આપ્યો હતો. ઠપકાથી નારાજ થયેલા આ બાળકને લાગી આવતાં આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. ત્યારબાદ આ ઘટનાને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. મહત્વનું છે કે, […]

Gujarat

રાજકોટમાં એક ૧૪ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સંતકબીર રોડ પર રહેતો આ બાળક મોબાઇલ પર ગેમ રમતો હતો. આ દરમિયાન પિતાએ બાળકને ઠપકો આપ્યો હતો. ઠપકાથી નારાજ થયેલા આ બાળકને લાગી આવતાં આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું. ત્યારબાદ આ ઘટનાને લઇ પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો.

મહત્વનું છે કે, આ બાળકનું નામ મોહિત રાઠોડ છે અને તે નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.