Not Set/ રાજકોટ : પોલીસ બાઈક-એક્ટિવા વચ્ચે અકસ્માત, પોલીસકર્મીનું મોત, એએસઆઇ ઘાયલ

રાજકોટમાં પડધરીની સરકારી હોસ્પિટલ સામે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પોલીસ બાઈક ચાલક રણવીરસિંહ વનરાજસિંહ જાડેજા (26) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલા એએસઆઇ પૂજાબેન અને મોપેડ ચાલક પીયૂષભાઈને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ, પડધરી જીઆરડીમાં ફરજ બજાવતા રણવીરસિંહ મૂળ […]

Top Stories Rajkot Gujarat
maxresdefault 21 રાજકોટ : પોલીસ બાઈક-એક્ટિવા વચ્ચે અકસ્માત, પોલીસકર્મીનું મોત, એએસઆઇ ઘાયલ

રાજકોટમાં પડધરીની સરકારી હોસ્પિટલ સામે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પોલીસ બાઈક ચાલક રણવીરસિંહ વનરાજસિંહ જાડેજા (26) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલા એએસઆઇ પૂજાબેન અને મોપેડ ચાલક પીયૂષભાઈને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

11 1538813453 e1538822899372 રાજકોટ : પોલીસ બાઈક-એક્ટિવા વચ્ચે અકસ્માત, પોલીસકર્મીનું મોત, એએસઆઇ ઘાયલ

આ અંગે મળતી વિગતો મુજબ, પડધરી જીઆરડીમાં ફરજ બજાવતા રણવીરસિંહ મૂળ મોરબીના પીલુડી ગામના વતની હતા. જયારે પૂજાબેન મગનભાઈ પડધરી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

બંને પોલીસ, બાઈક પર ઓન ડ્યુટી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન એક્ટિવા, પોલીસ બાઈક સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલાક પોલીસ જવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.