Not Set/ વાંચો, “ઠગ્સ ઓફ અમદાવાદ” એવા વિનય શાહે કરેલા કર્મોની કુંડળી

અમદાવાદ, તાજેતરમાં જ રિલીઝ થયેલી બોલીવુડની ફિલ્મ “‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”ના શીર્ષકમાં ઉપયોગ કરાયેલા ઠગ્સ શબ્દ બાદ જાણે રાજ્યમાં પણ છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા ઠગ્સોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ જ પ્રકારે રાજ્યના મેટ્રો સિટી કહેવાતા અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં વિનય શાહ અને તેઓની પત્ની ભાર્ગવી શાહે ૨૬૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને તેઓ ફરાર થઇ ગયા હતા. નેપાળમાંથી વિનય શાહની કરાઈ […]

Top Stories Ahmedabad Gujarat Trending
Untitled 2 1 વાંચો, “ઠગ્સ ઓફ અમદાવાદ” એવા વિનય શાહે કરેલા કર્મોની કુંડળી

અમદાવાદ,

તાજેતરમાં જ રિલીઝ થયેલી બોલીવુડની ફિલ્મ “‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”ના શીર્ષકમાં ઉપયોગ કરાયેલા ઠગ્સ શબ્દ બાદ જાણે રાજ્યમાં પણ છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા ઠગ્સોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

vinay વાંચો, “ઠગ્સ ઓફ અમદાવાદ” એવા વિનય શાહે કરેલા કર્મોની કુંડળી
gujarat-actions Vinay Shah scame 260 cr. rupees “Thugs of Ahmedabad”

આ જ પ્રકારે રાજ્યના મેટ્રો સિટી કહેવાતા અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં વિનય શાહ અને તેઓની પત્ની ભાર્ગવી શાહે ૨૬૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને તેઓ ફરાર થઇ ગયા હતા.

નેપાળમાંથી વિનય શાહની કરાઈ ધરપકડ

જો કે ત્યારબાદ પોલીસને અંતે આ ફરાર કૌભાંડીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. દ્વારા તપાસ કરાઈ રહી છે. ૨૬૦ કરોડ રૂપિયાના કૌભાંડી વિનય શાહની પાડોશી દેશ નેપાળમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે

વિનય શાહ નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો ત્યારે તેની પાસે ૩૧ લાખની નેપાળની કરન્સી અને ડોલર પણ હતાં. મળતી માહિતી મુજબ, તે મુદ્રા એક્સચેન્જ કરતો ત્યારે પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.

નેપાળમાં વિનય શાહની સાથે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મહિલા વિનય શાહ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં શામેલ છે.

કોણ છે આ મહિલા ?

Vinay વાંચો, “ઠગ્સ ઓફ અમદાવાદ” એવા વિનય શાહે કરેલા કર્મોની કુંડળી
gujarat-actions Vinay Shah scame 260 cr. rupees “Thugs of Ahmedabad”

મળતી માહિતી મુજબ, નેપાળમાંથી વિનય શાહ સાથે અરેસ્ટ કરાયેલી આ મહિલાનું નામ ચંદા થાપા છે. તેની વય ૨૯ વર્ષની છે અને કાઠમંડુથી વિનય શાહને મદદ કરવા માટે પોખરા આવી હતી.

આ મહિલા દિલ્હીની એક સ્પામાં કામ કરે છે. ધરપકડ કરાયા બાદ આ બંન્ને પર પોલીસ દ્વારા ગેરકાયદેસરની વિદેશી મુદ્રાનો ગુનો લાગ્યો છે.

જો કે હાલમાં વિનય શાહની પત્નીની કોઈ માહિતી મળી નથી, કહેવામાં આવી રહ્યું છે કે, આ કૌભાંડીની પત્ની ભારતમાં હોય એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

કઇ રીતે કરવામાં આવ્યું આ કૌભાંડ

vinay shah dipak za વાંચો, “ઠગ્સ ઓફ અમદાવાદ” એવા વિનય શાહે કરેલા કર્મોની કુંડળી
gujarat-actions Vinay Shah scame 260 cr. rupees “Thugs of Ahmedabad”

બંટી-બબલી સમાન આ ઠગ દંપતી દ્વારા શહેરના પોસ વિસ્તાર એવા થલતેજમાં આર્ચર કેર ડિઝીટલ નામની કંપની શરૂ કરી હતી જે કંપનીમાં ગ્રાહકોને રૂ. ૪૫૦૦થી લઇને ૨૫,૦૦૦ સુધીનું રોકાણ કરીને ૧૨ મહિને ૩૧ હજાર સુધી રકમ આપવાના વાયદા કરાયા હતા. આ કંપનીમાં અત્યાર સુધીમાં રોકાણ કરેલા એક લાખ સાથે અંદાજે ૨૬૦ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે.

આ કંપની દ્વારા ઓનલાઇન  ૨ થી ત્રણ મિનીટ જાહેર ખબર જોઇને ૧૮ થી ૨૦ ટકા વળતરની લોભામણી જાહેરાત કરવામાં આવતી હતી. આ ઉપરાંત અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાંથી ૧૦૦ કરતા વધુ એજન્ટો મારફતે એક લાખ જેટલા લોકોના ૨૬૦ કરોડ ફસાયા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

19call centre irs scam.jpg?zoom=0 વાંચો, “ઠગ્સ ઓફ અમદાવાદ” એવા વિનય શાહે કરેલા કર્મોની કુંડળી
gujarat-actions Vinay Shah scame 260 cr. rupees “Thugs of Ahmedabad”

જો કે છેલ્લા કેટલાક સમયથી લોકોને દિવાળી પછી વળતર આપવાના વાયદા કરાતા હતા, પરંતુ આ પહેલા જ આ કંપનીમાં તાળા લાગી જતા છેતરપીંડી કરાતી હોવાની જાણ થઇ હતી. આ જાણ થતા જ ૩૦૦થી વધુ લોકોનું ટોળું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોચી ગયુ હતુ.

વિનય શાહ દ્વારા જાહેર કરાયેલા ૧૧ પાનાના લેટરમાં થયા હતા ચોકાવનારા ખુલાસા

આરોપી વિનય શાહ દ્વારા આ કૌભાંડ બાબતે ૧૧ પાનાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારીઓ, નેતા તથા મીડિયાના કેટલાક પત્રકારોને પૈસા આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિનય શાહ દેશ છોડીને ભાગી ગયો હતો.