Not Set/ ફાગણી પૂનમને ધ્યાનમાં રાખીને આ રૂટ પર વધારાની બસો દોડાવાશે

અમદાવાદ, ફાગણી પૂનમને ધ્યાનમાં લઈ એસટી વિભાગ દ્વારા બસોમાં વધારો કરવામા આવ્યો છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો ડાકોર દર્શનાર્થે જતા હોય છે. ત્યારે આ ધસારાને પહોચી વળવા એસટી વિભાગ દ્વારા 400થી વધુ બસો દોડાવવામાં આવશે. આ તમામ બસો અમદાવાદથી ડાકોર વચ્ચે દોડશે. ઉપરાંત અમદાવાદના ગુજરી બજારમાં હંગામી બસ સ્ટેન્ડ પણ ઉભુ કરવામાં આવ્યું છે.જ્યાંથી લોકોને […]

Ahmedabad Gujarat
AM 6 ફાગણી પૂનમને ધ્યાનમાં રાખીને આ રૂટ પર વધારાની બસો દોડાવાશે

અમદાવાદ,

ફાગણી પૂનમને ધ્યાનમાં લઈ એસટી વિભાગ દ્વારા બસોમાં વધારો કરવામા આવ્યો છે. પૂનમે મોટી સંખ્યામાં લોકો ડાકોર દર્શનાર્થે જતા હોય છે. ત્યારે આ ધસારાને પહોચી વળવા એસટી વિભાગ દ્વારા 400થી વધુ બસો દોડાવવામાં આવશે.

આ તમામ બસો અમદાવાદથી ડાકોર વચ્ચે દોડશે. ઉપરાંત અમદાવાદના ગુજરી બજારમાં હંગામી બસ સ્ટેન્ડ પણ ઉભુ કરવામાં આવ્યું છે.જ્યાંથી લોકોને ડાકોર જવા બસ મળી શકશે. તો હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવા દાહોદ અને પંચમહાલના લોકો પોતાના વતન પરત ફરતા હોય છે ત્યારે તેઓને ધ્યાનમાં લઈ એસટી વિભાગ દ્વારા 250 બસોનો વધારો કરવામાં આવ્યો છે.